VADODARA : શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો ભરડો, 24 કલાકમાં ડેંગ્યુના 28 કેસ સામે આવ્યા

|

Aug 28, 2021 | 5:16 PM

વડોદરામાં નોંધાયેલા કુલ કેસોની વાત કરવામાં આવે તો ડેંગ્યુના કુલ 413 કેસ થયા છે. ચિકનગુનિયાના કેસોની સંખ્યા 272 એ પહોંચી છે.

VADODARA : વડોદરા શહેરમાાં રોગચાળો બેકાબૂ બન્યો છે.મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ ફેલાતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. વડોદરામાં એક જ દિવસમાં ડેંગ્યુના 28 કેસ સામે આવ્યા છે. ચિકનગુનિયાના વધુ 6 કેસ સામે આવ્યા છે.બીજી તરફ કપૂરાઈ વિસ્તારમાં કોલેરાનો 1 કેસ સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું.. વડોદરામાં મચ્છરનો ઉપદ્રવ વધતાં મચ્છરજન્ય કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 27 ઓગષ્ટને શુક્રવારે 74 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 28 નમૂના ડેંગ્યુ પોઝિટિવ મળી આવ્યા હતા.

વડોદરામાં નોંધાયેલા કુલ કેસોની વાત કરવામાં આવે તો ડેંગ્યુના કુલ 413 કેસ થયા છે. ચિકનગુનિયાના કેસોની સંખ્યા 272 એ પહોંચી છે. તો બીજી તરફ પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે.કમળાના વધુ 3 કેસ સામે આવ્યા છે.ટાઈફોડના નવા 5 કેસ મળતા કુલ આંકડો 33 પર પહોંચ્યો છે.

વડોદરામાં રોગચાળો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.ગત વર્ષ કરતા આ વર્ષે મચ્છરજન્ય રોગોનું પ્રમાણ ખુબજ વધ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પણ માન્યું છે કે, રોગચાળામાં વધારો થયો છે.. ડેપ્યુટી કમિશનરે દાવો કર્યો હતો કે, મ્યુનિસિપિલ કોર્પોરેશનની ટીમે ઘરે ઘરે જઈ સરવે કરી રહી છે.. અને રોગચાળાને નિયંત્રણ કરવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : AHMEADABAD : હિંદુઓની બહુમતી વાળા નિવેદન અંગે DyCM નીતિન પટેલે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

આ પણ વાંચો : AHMEDABAD : DyCM નીતિન પટેલે કહ્યું ઝવેરચંદ મેઘાણીએ આઝાદીની લડત વખતે તેમના સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું

 

Next Video