વડોદરા યુવતી દુષ્કર્મ કેસમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી, યુવતીની સાયકલની શોધખોળ શરૂ

| Edited By: | Updated on: Nov 15, 2021 | 10:27 PM

ક્રાઈમ બ્રાંચની ટીમ યુવતીની સાયકલની શોધ કરી રહી છે. કારણ કે, યુવતીની સાયકલ હજુ પરત ઘરે ન આવી હોવાની વાત સામે આવી છે.

વડોદરા (Vadodara) યુવતી દુષ્કર્મ કેસમાં(Rape Case)તપાસ ટીમ એક્શનમાં આવી છે. પોલીસ વડોદરામાં યુવતી જ્યાં રહેતી હતી તેની આસપાસના વિસ્તારમાં અને પાડોશમાં પૂછપરછ કરી રહી છે. તેમજ સાથે આસપાસના લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.પહેલા યુવતી સાયકલ પર જઈ રહી હતી ત્યારે આરોપીઓએ રીક્ષામાં આવી યુવતીની સાયકલને ટક્કર મારી હતી અને ત્યારબાદ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા હોવાની વિગત સામે આવી હતી.

જેથી ક્રાઈમ બ્રાંચની ટીમ યુવતીની સાયકલની શોધ કરી રહી છે. કારણ કે, યુવતીની સાયકલ હજુ પરત ઘરે ન આવી હોવાની વાત સામે આવી છે.

વડોદરામાં યુવતીના ટ્રેન આપઘાત કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે યુવતી જે જગ્યા કામ કરતી હતી, તે જગ્યાએ પૂછપરછ શરૂ કરી છે. ગંગોત્રી એપાર્ટમેન્ટમાં NGO ઓએસીસની ઓફિસમાં ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ કરી રહી છે.

NGO ઓએસીસના પબ્લિકેશન હાઉસમાં યુવતી સાથે કામ કરતા સહ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, આ કેસમાં કેટલીક ચોંકાવનારી નવી વિગતો સામે આવી છે.

મૃતક યુવતીએ છેલ્લે વોટસએપ પર સંજીવભાઈ નામના વ્યક્તિને 03 નવેમ્બરે રાત્રે 11:31 કલાકે મેસેજ કર્યો હતો. જેમાં મૃતક યુવતીએ અજાણ્યા શખ્સથી ખતરો હોવાની વાત કરી છે.મૃતકે  સંજીવ ભાઈને ઉદ્દેશીને લખે છે કે તેઓ મારો સતત પીછો કરી રહ્યાં છે. અને મારી હત્યા કરવા માગે છે. મૃતક સંજીવભાઈને બચાવી લેવા માટે પણ આજીજી કરે છે.

આ પણ વાંચો : અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અદાણીનું નામ દૂર કરાયું, આ છે કારણ

આ પણ વાંચો : સીઆર પાટીલની સરકારી અધિકારીઓને ચીમકી, ‘જનપ્રતિનિધિના ફોન ન ઉપડે તે ચલાવી નહિ લેવાય’

Published on: Nov 15, 2021 05:04 PM