VADODARA : કરજણ, શિનોર, પાદરા પંથકમાં વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

|

Jul 25, 2021 | 7:59 PM

છેલ્લા એક અઠવાડિયાનો વિરામ લીધા બાદ મેઘો મહેરબાન થયો છે. જિલ્લાના કરજણ-શિનોર તાલુકાના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે.

VADODARA : શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘમહેર યથાવત છે. છેલ્લા એક અઠવાડિયાનો વિરામ લીધા બાદ મેઘો મહેરબાન થયો છે. જિલ્લાના કરજણ-શિનોર તાલુકાના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે. સાથે જ પાદરા શહેર સહીત માસર, મોભા, મૂવાલ, દરાપુરા, સોખડાખૂર્દ, ડભાસા, ગણપતપુરા, જાશપુર, તાજપુરા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પાદરામાં સીઝનનો કુલ 302 મીમી વરસાદ નોંધાયો છે. હજુ પણ આ પંથકમાં અવિરત ધીમીધારે વરસાદ ચાલું છે. અને, મોડીરાત્રે ભારે વરસાદ ખાબકે તેવી પણ શક્યતાઓ દેખાઇ રહી છે. હાલ તો વરસાદને લઇને ખેડૂતોમાં ખુશાલી છે.

 

 

Next Video