VADODARA : ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, મેનેજમેન્ટ કમિટીના રિપોર્ટ બાદ પોલીસ કાર્યવાહી થશે

|

Jul 26, 2021 | 4:47 PM

રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ પાસેથી તમામ વિગતોની ખરાઈ કર્યા બાદ પોલીસને એક રિપોર્ટ સોંપવામાં આવશે. જેના આધારે પોલીસ વિભાગ આગળ કાર્યવાહી કરશે.

VADODARA : શહેરની ગોત્રી GMERS મેડિકલ કોલેજનું તંત્ર રેગિંગની ઘટના બાદ એક્શનમાં આવ્યું છે. કોલેજના મેનેજમેન્ટ, એન્ટિ રેગિંગ કમિટી અને પીઆઈની બેઠક મળી. જેમાં વાલી અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં મેનેજમેન્ટની કમિટી યોગ્ય તપાસ કરશે.

રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ પાસેથી તમામ વિગતોની ખરાઈ કર્યા બાદ પોલીસને એક રિપોર્ટ સોંપવામાં આવશે. જેના આધારે પોલીસ વિભાગ આગળ કાર્યવાહી કરશે. ગોત્રી કોલેજના મેનેજમેન્ટ દ્વારા થતી તપાસ પ્રભાવિત ન થાય તે માટે બહારથી આવતા કોઈ પૂર્વ વિદ્યાર્થીને હમણાં પ્રવેશ મળશે નહીં.

ગોત્રી કોલેજમાં સિનિયર મેડિકલ સ્ટુડન્ટ દ્વારા 60 વિદ્યાર્થીને 100 ઉઠક-બેઠક કરાવીને રેગિંગ કરાયું હતું. જે બાદ ત્રણ વિદ્યાર્થીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એક જુનિયર વિધાર્થીએ દૂધની થેલી લાવવાનો ઇનકાર કરતા સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયાની વિગતો સામે આવી છે.

 

Next Video