Vadodara : PSI અરુણ મિશ્રા બન્યા ગુજરાત પોલીસ દળના ફિટેસ્ટ કોપ, રાજ્ય પોલીસ વડાએ કર્યું સન્માન

|

May 14, 2022 | 10:46 PM

અરુણ મિશ્રાએ(Arun Mishra) આ સફળતા અંગે જણાવ્યું કે ફરજની ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ તેઓ શક્ય હોય દૈનિક વ્યાયામ કરવાનું ચૂકતા નથી.તેમને મન વ્યાયામ એક પૂજા અને જીમ એક મંદિર છે.તેઓ તેના માધ્યમ થી સતત તંદુરસ્તી,ચુસ્તી અને સ્ફૂર્તિ જાળવી રાખે છે જે પોલીસ ફરજોમાં ખૂબ ઉપયોગી છે.

Vadodara : PSI અરુણ મિશ્રા બન્યા ગુજરાત પોલીસ દળના ફિટેસ્ટ કોપ, રાજ્ય પોલીસ વડાએ કર્યું સન્માન
Vadodara PSI Arun Mishra Honoured By DGP

Follow us on

વડોદરા(Vadodara)શહેર પોલીસ દળમાં PSI તરીકે કાર્યરત પ્રખર વ્યાયામ પ્રેમી અરુણ મિશ્રાને(Arun Mishra)  રાજ્ય પોલીસ દળના ફિટેસ્ટ કોપ(Fitest Cop)  એટલે કે સૌથી તંદુરસ્ત,ચુસ્ત અને સ્ફૂર્તિલા ગણવેશધારી તરીકેનું સન્માન મળ્યું છે.તાજેતરમાં રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયાએ તેમને આ સિદ્ધિ માટે સન્માનિત કરવાની સાથે,કાયદો અને વ્યવસ્થા જાળવવાની કપરી ફરજ સાથે વ્યાયામ ના મહાવરા દ્વારા સતત દુરસ્તી જાળવવાની ધગશ ને બિરદાવી હતી.તેમણે આ ચુસ્તી અને સ્ફૂર્તિ કાયમ જાળવવાની કાળજી લેવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કે પોલીસ દળના પ્રત્યેક ગણવેશધારી એ હંમેશા વ્યાયામ સાથે નાતો જાળવી રાખીને,તંદુરસ્તી જાળવવી જોઈએ.આ એક સંપદા છે જે બહેતર કામ કરવાની શક્તિ આપે છે.

અરુણ મિશ્રા એ આ સફળતા અંગે જણાવ્યું કે ફરજની ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ તેઓ શક્ય હોય દૈનિક વ્યાયામ કરવાનું ચૂકતા નથી.તેમને મન વ્યાયામ એક પૂજા અને જીમ એક મંદિર છે.તેઓ તેના માધ્યમ થી સતત તંદુરસ્તી,ચુસ્તી અને સ્ફૂર્તિ જાળવી રાખે છે જે પોલીસ ફરજોમાં ખૂબ ઉપયોગી છે. તેઓ દળના જવાનો અને લોકોને સોશિયલ મીડિયા ના વોટ્સેપ,ફેસબુક અને ઇન્સ્ટા ના માધ્યમોનો ઉપયોગ કરીને વીડિયો પોસ્ટ દ્વારા સતત આ બાબતમાં માર્ગદર્શન અને સંદેશ આપે છે.

તેઓ વધુમાં જણાવે છે કે શારીરિક ચુસ્તી અને તંદુરસ્તી જાળવવાથી મનની સ્થિરતા વધે છે જે કટોકટીની ઘડીઓમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે.તેના ઘણાં લાભો છે.પોલીસ જવાને માત્ર દળમાં પસંદગી માટે નહિ પણ આજીવન વ્યાયામ માટે સમય ફાળવવો જ જોઈએ. તેમણે આ સન્માન માટે અને પ્રોત્સાહન માટે રાજ્યના પોલીસ વડા તેમજ પોલીસ દળનો હાર્દિક આભાર માન્યો છે

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

સામાન્ય રીતે પોલીસ દળમાં ભરતી સમયે દરેક ઉમેદવારોની શારીરિક ફિટેનશની કસોટી લેવામાં આવે છે. તેમજ તેના આધારે તેમની ભરતી પણ કરવામાં આવે છે. જો કે સમય જતાં કામના ભારણ અને કલાકોની અનિયમિતતાના પગલે પોલીસ જવાનોના ફિટનેશના ઘટાડો થતો જોવા મળે છે. તેમજ વ્યાયામનો પણ અભાવ જોવા મળે છે. તેવા સમયે વડોદરાન પીએસઆઇ અરુણ મિશ્રાએ મેળવેલું ફિટેસ્ટ કોપનું સન્માન  ગુજરાત પોલીસના અન્ય  જવાનો પણ પ્રેરણા આપશે તે ચોક્કસ છે. તેમજ તેમના માર્ગદર્શન પણ તેવો લાભ લેશે .

Published On - 10:45 pm, Sat, 14 May 22

Next Article