Vadodara : કોરોનાની ત્રીજી લહેરની શક્યતાના પગલે તંત્ર સજ્જ બન્યું, હોસ્પિટલોમાં બેડ સહિત દવાઓનો સ્ટોક કરાયો

|

Jul 24, 2021 | 1:16 PM

વડોદરા શહેર અને જિલ્લાની હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, દવાઓ, ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક કરાયો છે. કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના(Corona) ની ત્રીજી લહેરની  દહેશતના પગલે  વડોદરા(Vadodara ) વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. વડોદરા શહેર અને જિલ્લાની હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, દવાઓ, ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક કરાયો છે. કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સગર્ભા બહેનોને મમતા દિવસે ખાસ વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. તો જે વિસ્તારમાંથી વધુ કેસો આવ્યા હતા ત્યાં સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

વદોદરાની SSG હોસ્પિટલ ખાતે 800 અને સમરસ હોસ્ટેલ સ્થિત હંગામી કોવિડ હોસ્પિટલ ખાતે 750 બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે. તેમજ ડૉકટરો,નર્સિંગ સ્ટાફ અને પેરા મેડિકલ સ્ટાફને અલગથી વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. ઉપરાંત SSG હોસ્પિટલ ખાતે 5 ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Tokyo Olympics: ઇલાવેનિલ અને અપૂર્વીની શાનદાર શરુઆત બાદ 10 મી એર રાઇફલમાં નિશાન ચુક્યા, મેડલની આશા સમાપ્ત

આ પણ વાંચો : Raj Kundra Case: મોડી રાત્રે કુંદ્રાને લઇ જવાયો પ્રોપર્ટી સેલ, શિલ્પા શેટ્ટીની થઈ 6 કલાક પૂછપરછ

Published On - 1:11 pm, Sat, 24 July 21

Next Video