Vadodara મહાનગરપાલિકાના મ્યુનિસિપલ બોન્ડ- 2022નું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ

|

Mar 30, 2022 | 4:27 PM

ગુજરાત સરકારના નાણાં વિભાગના અગ્ર સચિવ જે. પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ફંડ શહેરી વિકાસના કામોનું ચાલક બળ બનશે. અમદાવાદ બાદ સુરત અને હવે વડોદરા મહાનગરપાલિકાએ ભંડોળ ઉભું કરી નાગરિકોની સુખાકારી માટે વિકાસની આ નવતર કેડી કંડારી છે.યુ.એસ.ટ્રેઝરર બીલ બ્લોકે ગુજરાત સરકાર અને વડોદરા મહાનગરપાલિકાને બોન્ડ થકી ફંડ એકત્ર કરવાની સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા

Vadodara મહાનગરપાલિકાના મ્યુનિસિપલ બોન્ડ- 2022નું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ
Vadodara Municipal Bond 2022 List In Bombay Stock Exchange

Follow us on

ગુજરાતની વડોદરા(Vadodara) મહાનગરપાલિકાના સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ-2022(Bond 2022) ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ અવસરે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) મુંબઇમાં આયોજિત સમારોહમાં હાજર રહ્યા હતા.મુખ્યમંત્રીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બેલ રીન્ગિગ દ્વારા BSEની દિવસભરની કામગીરીનો આરંભ કરાવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રિજૂવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોરમેશન- ‘અમૃત’ યોજના હેઠળ આપવા પાત્ર ફાળા માટેની રૂ. 100 કરોડની રકમ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી ઉભી કરવાની સફળતા મેળવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેકટ્રોનિક પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન સબસ્ક્રીપ્શન માટે ગત ર૪ માર્ચના આ બોન્ડ ઇસ્યુ ખોલવામાં આવ્યો હતો. આ ઇસ્યુ ખૂલતા વેત જ પ્રથમ સેકન્ડે જ ૪.પર ગણું સબસ્ક્રાઇબ થયુ હતું. એટલું જ નહિ, ઇસ્યુનો સમય પૂર્ણ થતા સુધીમાં તો મહાપાલિકાના રૂ. 100 કરોડના આ બોન્ડ સામે 33 રોકાણકારો દ્વારા 10. 07 ગણુ વધારે એટલે કે રૂ. 1007 કરોડની બિડ થઇ હતી.

બોન્ડ આજ સુધીના સૌથી ઓછા એટલે કે 7.15 ટકાના દરે સબસ્ક્રાઇબ

વડોદરા મહાપાલિકાનો આ બોન્ડ આજ સુધીના સૌથી ઓછા એટલે કે 7.15 ટકાના દરે સબસ્ક્રાઇબ થયેલો છે તે પણ એક સિદ્ધિ છે. મુખ્યમંત્રીએ વડોદરા મહાનગરપાલિકાના આ સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ થવા માટે મહાનગર સેવા સદનની સમગ્ર ટીમ અને મેયર  કેયુર રોકડીયા તથા કમિશનર  શાલિની અગ્રવાલને અભિનંદન પાઠવ્યા હતા.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોન્ડ થકી ઉભી કરાયેલી રકમ રૂ. 100 કરોડ સિંઘરોટ પાણી પુરવઠાના પ્રોજેક્ટ તથા અમીતનગર ખાતેના એ.પી.એસ. પેટે વાપરવામાં આવનાર છે. સિંઘરોટ ખાતેના પાણી પુરવઠાના પ્રોજેક્ટ થકી શહેરના લોકોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળાશે જ્યારે અમીતનગર એ.પી.એસ પ્રોજેક્ટ થકી સુવેઝ પાણીના સુવ્યવસ્થિત નિકાલ માટે મદદરૂપ થશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

શહેરી વિકાસ વિભાગ અને સેબીના સહયોગથી મ્યુનિસિપલ બોન્ડ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, મહાનગરો, શહેરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો, અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ માટે મ્યુનિસિપલ બોન્ડથી ભંડોળ મેળવી લોકલ અર્બન બોડીને ગ્લોબલ ફાયનાન્સિયલ માર્કેટ સાથે જોડવાની ગુજરાતની મહાનગરપાલિકાઓએ સફળતા મેળવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની અર્બન લોકલ બોડીઝ, શહેરી વિકાસ વિભાગ અને સેબીના સહયોગથી મ્યુનિસિપલ બોન્ડ ઊભા કરી લોકલ સેલ્ફ ગર્વમેન્ટ બોડીઝને પ્રૂડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટની પ્રેરણા આપી છે. આવા બોન્ડના ભંડોળથી અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરના કામોની વૃદ્ધિ સાથે લોક સહભાગીતાને પણ સાંકળી સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસની નેમ તેમણે પાર પાડી છે

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં અમદાવાદ અને સુરત મહાનગર પછી વડોદરા ત્રીજી મહાનગરપાલિકા છે જેણે આવા બોન્ડથી શહેરી સુખાકારીના કામોને નવી દિશા આપી છે. તેમણે કહ્યું કે, અર્બનાઇઝેશન હવે ચેલેન્જ નહિ, ઓર્પોચ્યુનિટી બની ગયું છે અને વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચરથી શહેરો લવેબલ, લિવેબલ બનવા લાગ્યા છે. શહેરી સુખાકારીની વ્યાખ્યા લાઇટ, પાણી, ગટર રસ્તાથી વિસ્તરીને ઇઝ ઓફ લિવીંગ સુધી પહોંચી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યકત કર્યો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આ વર્ષ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ તરીકે દેશમાં ઉજવાય છે ત્યારે ‘અમૃત’ મિશન માટે કેન્દ્રીય સહાય ઉપરાંત આ બોન્ડથી મળેલી જનભાગીદારી વડોદરા મહાનગરના વિકાસને આવનારા સમયનો અમૃત કાળ બનાવશે. આવા બોન્ડથી મહાનગરપાલિકાઓના નાણાકીય વ્યવસ્થાપનમાં આત્મનિર્ભરતા આવશે.

વડોદરાના શહેરીજનોના પીવાના પાણી સહિતના વિકાસ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાશે.

શહેરી વિકાસ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ક્ષેત્રે ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં આવા બોન્ડ મહત્વપૂર્ણ બનશે અને આત્મનિર્ભર શહેરો, આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ સાકાર થશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી હતી. આ પ્રસંગે વડોદરા શહેરના મેયર  કેયુરભાઈ રોકડીયાએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગપાલિકાએ પ્રથમ બોન્ડનું લિસ્ટિંગ કર્યું છે. રૂ. 100  કરોડનું ફંડ ખૂબ જ ઓછા દરે બોન્ડ થકી મળ્યું છે, જે વડોદરાના શહેરીજનોના પીવાના પાણી સહિતના વિકાસ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાશે.

BSEના એમ.ડી. અને સી.ઈ.ઓ.  આશિષકુમારે વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન પાઠવી, વડોદરાના વિકાસ માટે આ ભંડોળ આશીર્વાદરૂપ બનશે તેમ જણાવ્યું હતું. અર્બન લોકલ બોડી આવા ફંડ દ્વારા હકારાત્મક અભિગમ સાથે નાગરિકોની સુવિધામાં ઉમેરો કરી શકે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

સ્માર્ટ સિટી મિશન ડાયરેક્ટર અને ભારત સરકારના સંયુક્ત સચિવ કૂણાલકુમારે જણાવ્યું કે, ગુજરાત સરકારનો શહેરી વિકાસનો આ અભિગમ અન્ય માટે પ્રેરણારૂપ બન્યો છે. ભારત સરકાર અને બોમ્બે સ્ટોક એક્સ્ચેંજના સહિયારા પ્રયાસોથી દેશના શહેરોમાં ઇન્ફાસ્ટ્રક્ચર ઉભું કરવાનું નવું પ્લેટફોર્મ તૈયાર થયું છે.

નાગરિકોની સુખાકારી માટે વિકાસની આ નવતર કેડી કંડારી

ગુજરાત સરકારના નાણાં વિભાગના અગ્ર સચિવ જે. પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ફંડ શહેરી વિકાસના કામોનું ચાલક બળ બનશે. અમદાવાદ બાદ સુરત અને હવે વડોદરા મહાનગરપાલિકાએ ભંડોળ ઉભું કરી નાગરિકોની સુખાકારી માટે વિકાસની આ નવતર કેડી કંડારી છે.યુ.એસ.ટ્રેઝરર બીલ બ્લોકે ગુજરાત સરકાર અને વડોદરા મહાનગરપાલિકાને બોન્ડ થકી ફંડ એકત્ર કરવાની સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આવું વધુ ફંડ મેળવી લોકહિતના કાર્યો કરવાનો તેમણે અનુરોધ પણ કર્યો હતો.આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ, ઉપમેયર નંદાબેન જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, 21 એપ્રિલે આદિવાસી સમાજના સંમેલનમાં 5 લાખ લોકોને સંબોધશે

આ પણ વાંચો :  Ahmedabad: ઓઢવમાં પરિવારની હત્યા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપાઇ, FSLની ટીમે પણ ઘટનાસ્થળે તપાસ કરી

 

Next Article