VADODARA : MS યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ, કમિટી દ્વારા બીજા દિવસે પણ તપાસ

| Edited By: | Updated on: Oct 29, 2021 | 9:01 PM

એ.એસ.રાઠોડ સહિતના સભ્યોની સમિતિ એમ.એસ યુનિવર્સિટીમાં બે દિવસથી ભરતી કૌભાંડ અંગે તપાસ કરી રહી છે.

VADODARA : વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના ભરતી કૌભાંડના આક્ષેપોની તપાસ માટે બનાવેલી કમિટી દ્વારા બીજા દિવસે તપાસ યથાવત છે.એ.એસ.રાઠોડ સહિતના સભ્યોની સમિતિ એમ.એસ યુનિવર્સિટીમાં બે દિવસથી ભરતી કૌભાંડ અંગે તપાસ કરી રહી છે.કૌભાંડમાં ગેરરીતિના આક્ષેપ કરનાર સભ્યોને સાંભળ્યા બાદ યુનિવર્સિટી સત્તાધિશો પાસેથી પણ વિગતો મેળવી છે.આક્ષેપો કરનાર સેનેટ સભ્યો સર્ટિફિકેટ દ્વારા આજે સમિતિને પુરાવા આપશે.તો આ તરફ MSUના રજીસ્ટારે સમગ્ર મુદ્દે ચાલતી તપાસમાં યુનિવર્સિટી પુર્ણ મદદ કરશે તેવું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ત્રણ સિન્ડીકેટ સભ્ય દ્વારા કરવામાં આવેલા ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ વચ્ચે સિન્ડીકેટ બેઠક મળી હતી. જેમાં ત્રણ સભ્યો દ્વારા જે માહિતી માંગવામાં આવી હતી તે મુદ્દે ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું કે માહિતી નિયમ અધિનિયમ(RTI) મુજબ આપી શકાય તે જ માહિતી આપવામાં આવશે. તેમજ ભરતી મુદ્દે આંદોલન છેડનાર ત્રણ સભ્યોનો આક્ષેપ અંગે પણ સિન્ડિકેટ બેઠકમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

ભરતી કૌભાંડના આક્ષેપો વચ્ચે એમ.એસ. યુનિવર્સિટી પર હવે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. એમ.એસ. યુનિવર્સિટીના ફર્નિચર રિપેરીંગના કામમાં ટેન્ડર વગર પ્રક્રિયા કરી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. પૂર્વ વિદ્યાર્થી નેતા જૈમીન જોશીએ આરટીઆઈ દ્વારા આ અંગે માહિતી એકઠી કરી છે. જૈમીન જોશીએ આક્ષેપ કર્યો હતો કે, યુનિવર્સિટીએ વર્ષ 2015માં ફર્નિચર રીપેરીંગનું કામ અમદાવાદની અંધ અપંગ ઓદ્યોગિક તાલીમ કેન્દ્ર નામની સંસ્થાને આપ્યું હતું. પરંતુ આ અંગે કોઈ ટેન્ડર બહાર નહોંતુ પાડવામાં આવ્યું.

આ પણ વાંચો : Surat : એન્જીનીયરીંગનો અભ્યાસ અધવચ્ચે છોડી વરાછાના યુવાને મરચાની ખેતીથી મેળવી લાખોની આવક

આ પણ વાંચો : ભારતીય સેનાએ ​​39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપ્યું, સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ