VADODARA : કોરોનાની બીજી લહેરમાં ગોત્રી હોસ્પિટલ અને અટલાદરા હોસ્પિટલે 12 હજારથી વધુ દર્દીઓની સારવાર કરી : ડૉ. વિનોદ રાવ

|

Jun 13, 2021 | 12:05 AM

VADODARA : કોરોનાની બીજી લહેરના છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગોત્રી અને તેને સંલગ્ન અટલાદરા હોસ્પિટલે 12 હજારથી વધુ કોવિડ દર્દીઓની સારવાર કરી. કદાચિત દેશની કોઈ હોસ્પિટલે આટલા મોટા પ્રમાણમાં દર્દીઓની સારવાર કરી નથી.

VADODARA : કોરોનાની બીજી લહેરમાં ગોત્રી હોસ્પિટલ અને અટલાદરા હોસ્પિટલે 12 હજારથી વધુ દર્દીઓની સારવાર કરી : ડૉ. વિનોદ રાવ
ગોત્રી હોસ્પિટલ અને અટલાદરા હોસ્પિટલે 12 હજારથી વધુ દર્દીઓની સારવાર કરી : ડૉ. વિનોદ રાવ

Follow us on

VADODARA : કોરોનાની બીજી લહેરના છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગોત્રી અને તેને સંલગ્ન અટલાદરા હોસ્પિટલે 12 હજારથી વધુ કોવિડ દર્દીઓની સારવાર કરી. કદાચિત દેશની કોઈ હોસ્પિટલે આટલા મોટા પ્રમાણમાં દર્દીઓની સારવાર કરી નથી.

 

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું છે કે કોવિડની બીજી લહેરના છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગોત્રીની જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ અને અટલાદરા ખાતેની તેની વિસ્તરણ સુવિધા દ્વારા કોરોનાના 12 હજારથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી. કદાચિત દેશની અન્ય કોઈ હોસ્પિટલે આટલી વ્યાપક સારવાર સેવા આપી નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ડો. વિનોદ રાવે આજે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઈને તમામ નોડલ અધિકારીઓ અને તમામ વિભાગોના અને સંવર્ગના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે સહુની સાથે ત્રીજી લહેરની સંભાવના અને વ્યવસ્થાઓ અંગે પરામર્શ કર્યો હતો. તેમણે દ્વિતીય લહેરમાં સમર્પિત અને પ્રસંશનીય આરોગ્ય સેવાઓ માટે ગોત્રી હોસ્પિટલની સમગ્ર ટીમને હૃદયપૂર્વક બિરદાવી ધન્યવાદ આપ્યા હતા.

 

તમામ ડોક્ટરોની કામગીરીને ડો.વિનોદ રાવે બિરદાવી 

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે કોવિડની બીજી લહેર દરમિયાન સમરસ હોસ્પિટલ સહિત ટીમ સયાજીએ અસાધારણ આરોગ્ય સેવાઓ પ્રદાન કરી છે. તેમણે સમસ્ત ટીમ સયાજીને ઉમદા કામગીરી માટે બિરદાવી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિના દરમિયાન સયાજી અને સમરસ હોસ્પીટલોએ કોરોનાના 10 હજારથી વધુ દર્દીઓની સારવાર કરી અને અન્ય જિલ્લાઓના દર્દીઓને પણ અહીં ખૂબ સારી આરોગ્ય સેવાઓ મળી જેની નોંધ લેવી ઘટે.

સમરસ હોસ્પિટલની વિસ્તરણ સુવિધા લગભગ 5 દિવસમાં કાર્યરત કરી દેવામાં આવી હતી અને 19મીએપ્રિલથી ત્યાં દર્દીઓને દાખલ કરવાનો પ્રારંભ થયો હતો. 75 વેન્ટિલેટર સહિત 200 બેડનું આઇ.સી યુ.બનાવવામાં આવ્યું હતું અને 2 હજારથી વધુ દર્દીઓને અહીં આરોગ્ય સેવાઓ મળી. હાલમાં દર્દીઓની સંખ્યા ઘટતાં આ સુવિધા બંધ કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું. ડો.રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત દરમિયાન તમામ સંવર્ગો સાથે કોવિડની સંભવિત ત્રીજી લહેરમાં આરોગ્ય સેવાઓના મજબૂતીકરણ અંગે પરામર્શ કર્યો હતો.

 

ડો.રાવે જી.ઈ.બી. અતિથિ ગૃહ ખાતે શહેર પોલીસ કમિશનર, મ્યુનિસીપલ કમિશનર, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ કોવિડ કટોકટીમાં સેવા આપનારા તમામ નોડલ અધિકારીઓ સાથે અનોપચારિક સ્નેહ મિલન પ્રસંગે ઉપર પ્રમાણે જણાવ્યું હતું. તેમણે શહેરના ઈતિહાસમાં અત્યંત પડકારજનક સમયમાં ખૂબ વિપુલ યોગદાન આપવા માટે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપને બિરદાવતા જણાવ્યું કે શહેર અને વી.એમ.સી.તેમના આ નેતૃત્વને હંમેશા સાભાર યાદ કરશે. તેમની નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી.

 

ડો.રાવે જણાવ્યું કે કલેકટર તરીકે શાલિની અગ્રવાલે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં કોવિડ મેનેજમેન્ટની અને ઓક્સિજન મેનેજમેન્ટ તથા રેમડેસિવિરના વિતરણની ખૂબ સંવેદનશીલ જવાબદારીઓ બખૂબી અદા કરી.તેમને મ્યુનિસીપલ કમિશનરની નવી ભૂમિકામાં આવકારી શુભકામનાઓ પાઠવી હતી. હવે પછીના સમયમાં આપણે આ સુસંકલિત કામગીરી એ જ ભાવના અને ધગશ સાથે આગળ ધપાવીએ અને ટીમ વડોદરા તરીકે શહેર અને જિલ્લાને સલામત રાખીએ તેવો તેમણે અનુરોધ કર્યો હતો.

Published On - 10:03 pm, Sat, 12 June 21

Next Article