Vadodara: હરિધામ સોખડા મંદિર ફરી વિવાદમાં, પ્રેમ સ્વરૂપ સ્વામીને ચાદર ઓઢાડવાના પત્રને લઈને વિવાદ

|

May 08, 2022 | 5:59 PM

આ આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા વિવાદ વધુ વકર્યો છે. પ્રબોધ સ્વામી (Prabodh swami) જૂથે આ બાબતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. તેઓએ કહ્યું કે ચાદર ઓઢાડવાનું સન્માન ગાદીપતિને જ મળી શકે છે.

હરિધામ સોખડા (Haridham Sokhada) મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. મંદિરમાં અત્યારે અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીના પ્રગાટ્ય દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી છે જે અંતર્ગત યોગી ડિવાઈન સોસાયટીના લેટર હેડ પર લોકોને પ્રેમ સ્વરૂપ સ્વામી (Prem Swarup Swami) ને ચાદર ઓઢાડવાના જ્ઞાન વલ્લભ સ્વામીના પત્રને લઈને વિવાદ સર્જાયો છે. આ આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા વિવાદ વધુ વકર્યો છે. પ્રબોધ સ્વામી (Prabodh swami) જૂથે આ બાબતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. તેઓએ કહ્યું કે ચાદર ઓઢાડવાનું સન્માન ગાદીપતિને જ મળી શકે છે. હરિભક્તોનું કહેવું છે કે “હાઈકોર્ટમાં 9મી તારીખે સમાધાન મુદ્દે બેઠક” થવાની છે ત્યારે બેઠક પૂર્વે ચાદર ઓઢાડવાની પ્રક્રિયા ન થવી જોઈએ.

ત્યાગ વલ્લભ સ્વામીએ ઉપાસનાના મુદ્દે આપેલ નિવેદન અંગે પ્રબોધ સ્વામી જૂથે પ્રતિક્રિયા આપી હતી કે હાઇકોર્ટમાં ચાલી રહેલા મુદ્દાને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ઉપાસના એ શ્રદ્ધાનો વિષય છે. પ્રબોધ સ્વામીની સાધુતામાં અમને ગુણાતીતાનંદના દર્શન થાય છે. આધ્યાત્મિક વારસદારનું પદ શોભાવી શકે તે ગુણ માત્ર પ્રબોધ સ્વામી પાસે જે છે.

અક્ષરધામ નિવાસી હરીપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈ વિવાદ સર્જાયો છે. આવનાર 11 મેના રોજ ગુરુહરી પ્રાગટ્ય મહાપર્વની સોખડા હરિધામ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવશે, આ ઉજવણીના ભાગ રૂપે આમંત્રણ યોગી ડીવાઈન સોસાયટીના લેટર હેડ પર લોકોને આમંત્રણ મોકલાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા ફરી એક વાર વિવાદ ઉભો થયો છે. આ બાબતે પ્રબોધ સ્વામી જૂથના ભક્તો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

Published On - 5:57 pm, Sun, 8 May 22

Next Video