VADODARA : વાહનની ડેકીમાંથી સોનાની ઉઠાંતરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

|

Aug 10, 2021 | 8:00 PM

વડોદરા શહેરમાં વધુ એક લૂંટનો બનાવ CCTVમાં કેદ થયો છે. વડોદરાના વાઘોડિયા રોડ પર પાર્ક કરેલ વાહનમાંથી સોનાના સિક્કાની ઉઠાંતરી થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

VADODARA : કોરોના મહામારીનો ઓછાયો ઓછો થતાની સાથે જ રાજયમાં ક્રાઇમની ઘટનાઓ ઉત્તરોત્તર વધી રહી છે. એક બાદ એક રાજયમાં લૂંટ, ચોરી અને હત્યાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વડોદરા શહેરમાં વધુ એક લૂંટનો બનાવ CCTVમાં કેદ થયો છે. વડોદરાના વાઘોડિયા રોડ પર પાર્ક કરેલ વાહનમાંથી સોનાના સિક્કાની ઉઠાંતરી થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રિક્ષામાં બેસીને આવેલા ગઠિયાએ એકટીવાની ડેકીમાંથી સોનાના સિકકાની ચોરી કરી ફરાર થયો હતો.જોકે સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતાં હાલ પોલીસે તપાસ આદરી છે.

 

Next Video