Vadodara : એડવાન્સ રેઝીન કંપનીમાં ભીષણ આગ, આગને કાબુમા લેવા આજુબાજુના વીજ જોડાણ કાપવા પડ્યા

|

Jun 15, 2021 | 12:35 PM

Vadodara  :  વડોદરાની મંજુસર GIDC માં આવેલી એડવાન્સ રેઝીન કંપનીમાં(Advance Resin Company) ભીષણ આગ લાગી હતી,  આગને પગલે આસપાસનાં ઈન્ડસ્ટ્રીયલ એકમોની(Industrial Units) વિજળી પણ કાપવામાં આવી હતી,  જો કે આગમાં સદનસિબે  કોઈ જાનહાનિ થઈ નથી.

આજકાલ આગની ઘટનાઓ રોજ સામે આવી રહી છે,  ત્યારે  વડોદરાની મંજુસર GIDC માં આવેલી એડવાન્સ રેઝીન કંપનીમાં ભીષણ આગ(Fierce Fire) લાગી હતી,  આગને પગલે આસપાસનાં વિસ્તારોમાં અફરાતરફીનો માહોલ સર્જોયો હતો.

વડોદરાની મંજુસર GIDC માં એડવાન્સ રેઝીન નામની કંપનીમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના કાફલો  ઘટનાસ્થળે પહોંચીને વિકરાળ આગ( Ferocious Fire ) પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.

મહત્વપૂર્ણ છે કે, વડોદરાની GIDCની “એડવાન્સ રેઝીન” નામની કંપનીમાં કયા કારણોસર આગ લાગી તે હજુ અકબંધ છે,  જો કે આ વિકરાળ આગમાં કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી.

એડવાન્સ રેઝીન નામની કંપનીમાં આગ લાગવાને કારણે આસપાસનાં ઈન્ડસ્ટ્રીયલ એકમોની વિજળી પણ કાપવામાં આવી હતી, જેને કારણે જાનહાની ટળી હતી.

હાલ,એડવાન્સ રેઝીન કંપનીમાં લાગેલી  વિકરાળ આગની ઘટનામાં લાખોનું નુકશાન (Loss)થયા હોવાનાં સમાચાર મળી રહ્યા છે.  જો કે ફાયર બ્રિગેડના ટીમ વિકરાળ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે.

Next Video