આજકાલ ઓર્ગેનિક ખેતીની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઘણા ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને તેમાં સફળતા પણ મેળવી રહ્યા છે. આ ખેતીમાં કુદરત દ્વારા આપવામાં આવેલી વસ્તુઓનો સંપૂર્ણપણે ઉપયોગ થાય છે, ત્યારે વડોદરાના શિનોરમાં પણ કંઈક આવુ જ જોવા મળ્યુ. શિનોરના બરકલ ગામમાં એક પાટીદાર ખેડૂતે ઓર્ગનિક રીતે હળદળની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી છે.
માહિતી મુજબ શિનોરના બંકિમ પટેલ નામના ખેડૂતે અંદાજીત છ એકરમાં ઓર્ગનિક હળદરની ખેતી કરી,જેમાં અંદાજીત 9 મહિના જેટલો સમય લાગ્યો હતો. મહત્વનું છે કે એક એકરમાં 400 કિલો હળદરનું ઉત્પાદન થયુ હતુ અને જેના કારણે ખૂબ જ ટૂંકા સમયમાં આ ખેડૂતે લાખોની આવક મેળવી.
આપને જણાવી દઈએ કે,દર વર્ષ માવઠા અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને પારાવાર નુકશાન થતુ હોય છે, પરંતુ આ ઓર્ગેનિક હળદળની ખેતીમાં છોડ 2 ફૂટ નીચે હોય છે, જેના કારણે બહારના વાતાવરણની તેના પર કોઈ જ અસર થતી નથી, જેથી આ પ્રકારની ખેતી કરીને ખેડૂતો તેના મહામુલા પાકની સારી એવી આવક મેળવી શકે છે.
મહત્વનું છે કે બજારમાં મળતી અનેક કંપનીની હળદરમાં ભેળસેળ હોય છે. એવામાં આ ખેડૂતે ખેતરમાં પકવેલી ઓર્ગેનિક હળદરના પેકિંગ સાથે બજારમાં મળતી હળદરથી પણ ઓછા ભાવ લઈ ગ્રાહક સુધી પહોંચાડી રહ્યા છે.મહત્વનું છે કે બજારમાં 280 થી 350 રૂપિયા સુધી એક કિલોનો હળદરનો ભાવ હોય છે. પરંતુ આ ખેડૂતો દ્વારા 220 રૂપિયાના કિલોએ વેચી રહ્યા છે અને પણ સંપૂર્ણ રીતે ભેળસેળ વિનાની.
ઓર્ગનિક ખેતીમાં કુદરત દ્વારા આપવામાં આવેલી વસ્તુઓનો સંપૂર્ણપણે ઉપયોગ થાય છે. આ ખેતી લાંબા સમય સુધી કરી શકાય છે, તેમજ તેની કિંમત ઓછી છે તેમજ તેની પ્રોડક્ટ્સ પણ મોંઘી છે. જેથી ખેડૂતોને સીધો ફાયદો થાય છે.તો સજીવ ખેતીને ટકાઉ બિઝનેસ મોડલ તરીકે વિકસાવી શકાય છે. ઘણા ખેડૂતો આ કરવા માટે આગળ આવી રહ્યા છે.
Published On - 1:42 pm, Mon, 13 March 23