“છોકરો થયો છે” કહીને નર્સે પકડાવી દીધી બાળકી, પરિવારે હોસ્પિટલ પર બાળક બદલાવનો આરોપ લગાવ્યો

|

Oct 31, 2021 | 10:25 PM

રાવપુરાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર જે.કે.મકવાણાના જણાવ્યા અનુસાર, તેઓએ ફરિયાદની નોંધ લીધી છે અને હોસ્પિટલ સ્ટાફના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.

છોકરો થયો છે કહીને નર્સે પકડાવી દીધી બાળકી, પરિવારે હોસ્પિટલ પર બાળક બદલાવનો આરોપ લગાવ્યો
Vadodara family alleges child swapping at SSG hospital

Follow us on

VADODARA : વડોદરાના એક પરિવારે SSG હોસ્પિટલ (Vadodra SSG Hospital) પર બાળકોની અદલાબદલીનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. સુભાનપુરા વિસ્તારમાં રહેતા પીડિત પરિવારનું કહેવું છે કે મહિલાએ શનિવારે SSG હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. સ્ટાફે મહિલાને છોકરો જન્મ્યો હોવાનું જણાવ્યું હતું. અડધા કલાક પછી નર્સ નવજાતને બહાર લાવી હતી ત્યારે તેણે પરિવારને જણાવ્યું હતું કે મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે. આ બાબતે મહિલાના પતિ મહેશ મલ્લાનો આરોપ છે કે બાળકોની અદલાબદલી કરવામાં આવી હતી.

મહેશ મલ્લાએ કહ્યું કે જ્યારે તેની પત્નીએ બાળકને જન્મ આપ્યો ત્યારે હોસ્પિટલે કહ્યું હતું કે તે છોકરો છે. તેમણે કહ્યું કે પરિવારે બાળકનું ખૂબ આનંદથી સ્વાગત કર્યું હતું. પરંતુ અડધા કલાક પછી નર્સે તેને કહ્યું કે તેની પત્નીએ એક બાળકીને જન્મ આપ્યો છે. તેનું કહેવું છે કે તે બિલકુલ માનતો નથી કે હોસ્પિટલે કહેવામાં કોઈ ભૂલ કરી છે. તેનું કહેવું છે કે તેણે છોકરાની જગ્યાએ છોકરી લઈ લીધી છે. તેનુ કહેવુ છે કે તે આ મામલે કોઈ ભૂલ કરવા માંગતો નથી. આથી તેણે DNA ટેસ્ટની વાત કરી છે.

હોસ્પિટલ પર બાળક બદલવાનો આરોપ
પરિવારનું કહેવું છે કે તેઓ સતત પોલીસના સંપર્કમાં છે. તે આ શંકા દૂર કરવા માંગે છે, તેથી જ તેણે ડીએનએ ટેસ્ટની માંગ કરી છે. બીજી તરફ, SSG હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગે બાળકની અદલાબદલીના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. પરંતુ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

SSG ના સ્ત્રીરોગ વિભાગના વડા ડો.આશિષ ગોખલેએ જણાવ્યું હતું કે બાળકની કોઈ અદલાબદલી કરવામાં આવી નથી. તેમનું કહેવું છે કે આ સમસ્યા કહેવાની ભૂલને કારણે થઈ શકે છે. તેમનું કહેવું છે કે હજુ પણ હોસ્પિટલ તે સમયે ફરજ પરના સ્ટાફ સાથે આ મામલે તપાસ કરી રહી છે. તે જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે આ ભ્રમ કેવી રીતે ફેલાયો.

પરિવાર DNA ટેસ્ટની માંગ પર અડગ છે
બાળક અદલાબદલી મામલે પીડિત પરિવારે રાવપુરા પોલીસને લેખિત ફરિયાદ આપી છે. તેમનું કહેવું છે કે DNA ટેસ્ટ વિના તેઓ કોઈપણ વાત સ્વીકારશે નહીં. રાવપુરાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર જે.કે.મકવાણાના જણાવ્યા અનુસાર, તેઓએ ફરિયાદની નોંધ લીધી છે અને હોસ્પિટલ સ્ટાફના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. ટૂંક સમયમાં તપાસ પૂરી કરીને તે રહસ્ય ઉકેલશે. તેમનું કહેવું છે કે DNA ટેસ્ટની જરૂર છે કે નહીં, તે બાદમાં નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો : કોંગ્રેસનો અનોખો સભ્ય નોંધણી કાર્યક્રમ, 5 રૂપિયા લઇ કોંગ્રેસ સભ્ય બનાવશે !!

આ પણ વાંચો : સોમનાથના શિલ્પી સરદારને અનોખી શ્રદ્ધાંજલિ, 1551 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની મહાયાત્રા નીકળી, જુઓ વિડીયો

Next Article