કચરા પર રાજનીતિ : ડોર ટુ ડોર કચરા મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે મસમોટા કૌભાંડનો કર્યો આક્ષેપ

|

Jul 29, 2022 | 1:45 PM

ભાજપના જ કોર્પોરેટરે કૌભાંડી પ્રવૃત્તિ ઉજાગર કરતા હવે પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે તપાસના નામે 12 દિવસ બાદ કાર્યવાહી કરી છે.

કચરા પર રાજનીતિ : ડોર ટુ ડોર કચરા મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે મસમોટા કૌભાંડનો કર્યો આક્ષેપ
Vadodara door to door garbage collection scam

Follow us on

વડોદરામાં (vadodara) ડોર ટુ ડોર કચરા કૌભાંડને લઇ રાજકારણ ગરમાયું છે.ડોર ટુ ડોર કચરાની ગાડીઓની માહિતી મેળવ્યા બાદ ભાજપના જ કોર્પોરેટર આશિષ જોશીએ (BJP Corporator Ashish Joshi) મસમોટું કૌભાંડ કર્યાનો આક્ષેપ કર્યો છે.આશિષ જોશીનો આક્ષેપ છે કે પૂર્વ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો (Door to door garbage) એકત્ર કરતાં વાહનોએ મે મહિનામાં જ 6537 પોઇન્ટ મિસ કર્યા છતાં GPS ટ્રેકિંગ (GPS Tracking)કરતી કંપનીએ તમામ સ્થળોએ વાહનો પહોંચ્યાના રિપોર્ટ બનાવ્યાં છે.અને CDC નામના કોન્ટ્રાક્ટરને પોઇન્ટ મીસ કરવા છતાં પેમેન્ટ ચૂકવી પાલિકાને 40 લાખનું નુકસાન કરવામાં આવ્યું છે.તો પશ્ચિમ વિસ્તારમાં પણ એક જ મહિનામાં 38 હજાર 219 પોઇન્ટ મિસ કરી ઇજારદારને 2.28 કરોડની પેનલ્ટી નહિ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

2.28 કરોડની પેનલ્ટી નહિ કરી હોવાનો ઘટસ્ફોટ !

તો બીજી તરફ ભાજપના જ કોર્પોરેટરે કૌભાંડી પ્રવૃત્તિ ઉજાગર કરતા હવે પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે તપાસના નામે 12 દિવસ બાદ કાર્યવાહી કરી છે.કોર્પોરેશને પૂર્વ ઝોનના ઇજારદાર CDCને 40 લાખથી વધુનો દંડ અને પશ્ચિમ ઝોનના ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને 2.29 કરોડનો દંડ ફટકાર્યો છે..એટલું જ નહીં 7 દિવસમાં પુરાવા સાથે ખુલાસો કરવા આદેશ કર્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અહીંયા કેટલાંક સવાલો પણ ઉભા થાય છે કે વડોદરા મહાનગરપાલિકામાં (Vadodara Municipal corporation)  50 કરોડનું કચરા કૌભાંડ કરનારા સામે કાર્યવાહી કરાશે? આખરે કેમ પેનલ્ટી લગાવવાની જગ્યાએ પેમેન્ટ કરાયું ? શું અહીં કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરાશે ? શું પેનલ્ટીની રકમ વ્યાજ સહિત વસૂલ કરાશે ? કેમ GPS ટ્રેકિંગ કરતી કંપનીએ ખોટો રિપોર્ટ બનાવ્યો ? શું GPS ટ્રેકિંગ કરતી કંપની કોન્ટ્રાક્ટર સાથે મળેલી છે ?

Published On - 12:46 pm, Fri, 29 July 22

Next Article