VADODARA : ડોકટરોની હડતાળનો આંશિક અંત, આજથી ઈમરજન્સી, ICU ,કોવીડ સેવાઓ શરૂ

|

Aug 11, 2021 | 9:38 AM

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નીતિન પટેલની અપીલને જુનીયર ડોકટરોએ સ્વીકારી છે. વડોદરાની SSG હોસ્પિટલમાં આજથી ઈમરજન્સી, ICU ,કોવીડ સેવાઓ શરૂ કરવામાં આવશે.

VADODARA: જુનિયર ડોકટરોની હડતાળનો આજે આઠમો દિવસ છે ત્યારે આ હડતાળને લઈને વડોદરાથી સારા સમાચાર સામે આવ્યાં છે. વડોદરામાં જુનિયર ડોકટરોની હડતાળનો આંશિક અંત આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નીતિન પટેની અપીલને જુનીયર ડોકટરોએ સ્વીકારી છે. વડોદરાની SSG હોસ્પિટલમાં આજથી ઈમરજન્સી, ICU ,કોવીડ સેવાઓ શરૂ કરવામાં આવી છે. દર્દીઓને હાલાકી ન પડે તેવા હેતુથી જુનિયર ડોકટરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. માગણીઓના સ્વીકારનો લેખિત પત્ર મળ્યા બાદ સંપૂર્ણ રીતે હડતાળ પરત ખેંચાશે.

ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યપ્રધાન નીતિની પટેલે ગઈકાલે 10 ઓગષ્ટે આરોગ્ય વિભાગની તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આરોગ્ય સચીવ, આરોગ્ય કમિશ્નર સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સરકાર દ્વારા પહેલા જ કહેવામાં આવ્યું છે કે સરકાર વાતચીત માટે તૈયાર છે, પણ ડોકટરોએ વાતચીત માટે આવવું પડશે. આ બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હડતાળ કરી રહેલા જુનીયર ડોકટરોને અપીલ કરી હતી કે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી હોવાથી હડતાળ સમેટી લેવામાં આવે.

આ પણ વાંચો : GIR SOMNATH : વનવિભાગની જમીન પર ફાર્મ હાઉસ બનાવનાર તબીબ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ

Published On - 9:21 am, Wed, 11 August 21

Next Video