
Vadodara : વડોદરાના ભાયલી ખાતે સમસ્ત પાટીદાર સમાજની મળેલી ચોથી આત્મ ચિંતન શિબિરમાં લવજેહાદ સહિતના પાટીદાર સમાજને સ્પર્શતા વિવિધ સળગતા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી પાટીદાર સમાજમાં જેન્ડર ગેપના મુદ્દે ગંભીર ચિંતન મનન અને મંથન સાથે નક્કી કરવામાં આવ્યું હતું કે અન્ય રાજ્યોમાં વસતા પાટીદાર સમાજ ની યુવતીઓ સાથે ગુજરાતના પાટીદાર યુવકોના સગપણ કરાવવા અને આ માટે આંતરરાજ્ય કમિટીઓની રચના કરવામાં આવશે.
ગુજરાતમાં અંદાજે છેલ્લા છ માસથી પાટીદાર સમાજના વિવિધ સામાજિક શૈક્ષણિક અને સળગતા મુદ્દાઓની ચર્ચા કરવા માટે આત્મચિંતન શિબિરોનું આયોજન કરવામાં આવે છે આ જ રીતે વડોદરાના ભાયલીમાં આવેલ વિરામ હાઉસ ખાતે મધ્ય ગુજરાતના પાટીદાર સમાજના વિવિધ ઘટકોના આગેવાનોની આત્મ ચિંતન શિબિર યોજાઈ ગઈ. જેમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં લવજેહાદ વિધર્મીઓને સોસાયટી કે ગામમાં પ્રવેશ બંધી તથા પાટીદાર સમાજમાં યુવતીઓની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે જેને કારણે લગ્ન કરવા માગતા યુવકોને યોગ્ય કન્યાઓ નથી મળતી જેથી હવે અન્ય રાજ્યોમાં વસતા સમાજની દીકરીઓને વહુ તરીકે સ્વીકારી આ અંગે સંકલન માટે આંતર રાજ્ય કમિટીઓની રચના કરવા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી.
પાટીદાર અગ્રણી અલ્પેશ પટેલે કહ્યું કે પાટીદાર સમાજ માં દીકરીઓ ની ઘટતી સંખ્યા એક ગંભીર વિષય છે,પાટીદાર યુવકો ને લગ્ન કરવા કન્યા મેળવવામાં મુશ્કેલીઓ પડે છે જેથી અમારા સમાજના લોકો જે અન્ય રાજ્યો માં વસે છે ત્યાંની કન્યાઓ લાવવાનું નક્કી કર્યું છે, અન્ય રાજ્યો ની દીકરીઓ સાથે પાટીદાર સમાજના દીકરાઓ ના સગપણ ગોઠવવામાં આવશે આ અંગે આંતર રાજ્ય કમિટીઓ બનાવવામાં આવશે
વડોદરાના ભાયલી માં રહેતા પાટીદાર અગ્રણી અને વાકળ સમાજ પ્રગતિ મંડળ ના પ્રમુખ અરવિંદ પટેલે જણાવ્યું કે લવ જેહાદ મુદ્દે પાટીદાર સમાજ ની યુવતીઓને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે,પાટીદાર સમાજ ની સોસાયટીઓ ગામો માં વિધર્મી ફેરિયાઓ ના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા બોર્ડ લગાવવામાં આવશે.પાટીદારોના ઘરો માં ઓમ ૐ સહિતના ધાર્મિક ચિહ્નો લગાવવામાં આવશે.
મધ્ય ગુજરાતના પાટીદાર અગ્રણી હિતેશ પટેલે જલદ નિવેદન આપતા જણાવ્યું કે પાટીદાર સમાજ આર્થિક રીતે સદ્ધર હોવાથી વિધર્મીઓ સુનિયોજિત રીતે પાટીદાર સમાજ ની યુવતીઓને શિકાર બનાવે છે, અમે 13 વર્ષ થી ઉપર ની દીકરીઓ ને આ મુદ્દે જાગૃત કરીશું.
હિતેશ પટેલે વધુમાં જણાવ્યું કે પાટીદાર સમાજ માં યુવક યુવતીઓ નું જે અસંતુલન છે તેને કેવી રીતે સંતુલિત કે સ્થિર કરવું તેના પર પણ ચર્ચા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ મુદ્દે નક્કર આયોજન ઘડી કાઢવામાં આવશે. હસમુખ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં વડોદરા ખાતે સમગ્ર મધ્ય ગુજરાત ના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે.
પાટીદાર અગ્રણી નીતિન પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજના જુદા જુદા 38 ઘટકો છે , છેલ્લા છ માસ થી પાટીદાર સમાજને જાગૃત કરવા આ પ્રકારની ચિંતન શિબિર યોજવામાં આવી રહી છે.મધ્ય ગુજરાતના પાટીદાર સમાજના વિવિધ 30 ઉપરાંત ઘટકો ના 250 થી વધુ અગ્રણીઓ ભાયલી ખાતે ની ચિંતન શિબિર માં ઉપસ્થિત રહ્યા હતા, અને વિવિધ અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં પાટીદાર સમાજના આર્થિક રીતે નબળા વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શક્ય તમામ મદદ કરવા તથા જે યુવક યુવતીઓ દેશમાંજ રહેવા માંગે છે,દેશમાંજ ઉચ્ચ અભ્યાસ કરી નોકરી કરવા કે રહેવા માંગે છે જેઓ વિદેશ જવાની ઈચ્છા નથી ધરાવતા તેવા લગ્ન વાંચ્છુક યુવક યુવતીઓ માટે ખાસ પસંદગી મેળાનું આયોજન કરવામાં આવશે
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:39 pm, Sun, 2 July 23