VADODARA : ઢાઢર નદી ઓવરફ્લો થતાં ડભોઇના કેટલાક ગામો પાણીમાં ગરકાવ, ડભોઇમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ

|

Sep 21, 2021 | 8:27 PM

ઢાઢર નદી ઓવરફ્લો થતાં ડભોઇના કેટલાક ગામો પાણીમાં ગરકાવ થયા છે અને સાથે જ દંગીવાડા જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયાં છે.

ડભોઇના દંગીવાડા, નારણપુરા, બંબોજ, વિરપુરા, મગનપુરા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઢાઢર નદી ગાંડીતૂર બની છે.

VADODARA : વડોદરાના ડભોઇમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે અને હવે ઢાઢર નદીના પાણી બહાર આવતા ઢાઢર નદી ડભોઇ અને આસપાસના ગામો માટે આફત બની છે. ઢાઢર નદી ઓવરફ્લો થતાં ડભોઇના કેટલાક ગામો પાણીમાં ગરકાવ થયા છે અને સાથે જ દંગીવાડા જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયાં છે. ડભોઇના દંગીવાડા, નારણપુરા, બંબોજ, વિરપુરા, મગનપુરા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઢાઢર નદી ગાંડીતૂર બની છે.

વડોદરાના પાદરાના સોખડારાઘુ ગામ પાસે ઢાઢર નદી બે કાંઠે વહેતાં કોઝ-વે પાણીમાં ગરકાવ થયો અને કાંઠા વિસ્તારો અને કોઝ-વે પર પાણી ફરી વળ્યા. બીજો રસ્તો 8 કિલોમીટર દૂર હોવાથી લોકોને જીવના જોખમે કોઝ-વે પસાર કરવો પડે છે.

હવામાન વિભાગની આગાહી મૂજબ રાજ્યમાં આજે પણ મેઘરાજાની મહેર યાથવત રહી છે… રાજ્યમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડ્યો છે.

બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ છુટો ચાવાયો વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ,વડોદરા, ખેડા આણંદ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં ભરૂચ નર્મદા અને સુરતમાં પણ આજે વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : બરોડા ડેરીનો વિવાદ ગાંધીનગર પહોચ્યો, આવતીકાલે સીઆર પાટીલની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશોની બેઠક યોજાશે

આ પણ વાંચો : સાઈબર ક્રાઈમના આરોપીને બચાવવા ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો, મુખ્ય સાગરિત સળિયા પાછળ ધકેલાયો

Next Video