Vadodara: લવ જેહાદના કેસમાં મુખ્ય આરોપીના માતા-પિતા સહીત વધુ ચાર વ્યકિતની અટકાયત

|

Jul 04, 2021 | 7:46 AM

Vadodara love jihad case: ગોત્રી પોલીસ સ્ટેશન (Gotri Police Station)માં યુવતીએ પતિ સમીર કુરેશીના વિરુદ્ધ સોગંદનામું કરીને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ દાખલ કરી હતી.

રાજ્યમાં લવ જેહાદ (Love Jihad)નો કાયદો લાગુ થયા બાદ વડોદરામાં (Vadodara) પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી. યુવતીએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે (police) યુવતીના પતિ સહીત વધુ 4 આરોપીની ધરપકડ કરી હતી.

 

ગોત્રી પોલીસ સ્ટેશન (Gotri Police Station)માં યુવતીએ પતિ સમીર કુરેશીના વિરુદ્ધ સોગંદનામું કરીને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ દાખલ કરી હતી. આ બાદ ગણતરીના કલાકમાં જ પોલીસે સમીર કુરેશીના માતા,પિતા, બહેન અને કાઝી સહીત ચારની અટકાયત કરી છે.

 

 

સમીરની બહેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને એસીપી એસ.સી એસ.ટી સેલને સોંપી દીધા હતા. કાઝીએ કલેકટરેની પૂર્વ મંજૂરી વગર આ નિકાહ કરાવ્યા હતા.

 

આ પણ વાંચો: Crime: કોરોનામાં મૃત્યુ થયાનું કહી પતિએ કર્યા પત્નીના બારોબાર અંતિમ સંસ્કાર, શક જતાં મૃતકના માતપિતાએ કર્યો જમાઈનો પર્દાફાશ

Next Video