Vadodara: બે દિવસથી ગુમ થયેલા ઈસમનો તરસાણા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો, જુઓ Video

|

Jun 09, 2023 | 10:53 PM

પતિ અને પત્ની વચ્ચે જ્યારે વો એટલે કે ત્રીજા વ્યક્તિની આવવાની ઘટના બની છે. ત્યારે તેનો અંત ઘાતક આવ્યો છે. આવું જ કંઈક બન્યું છે વડોદરાના ડભોઇમાં જ્યાં પ્રણય ત્રિકોણમાં હત્યાની ઘટના બની.

Vadodara: બે દિવસથી ગુમ થયેલા ઈસમનો તરસાણા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો, જુઓ Video

Follow us on

Vadodara:  ડભોઇ તાલુકાના પણસોલી વસાહતના છેલ્લા બે દિવસથી ગુમ થયેલા ઇસમનો તરસાણા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો હતો. ડભોઈમાં બનેલી આ ઘટના હત્યા છે કે પછી આત્મહત્યા તેની તપસ હાથ ધરાઈ છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વસઈ ગામના જ ઇસમે પ્રેમ પ્રકરણ લઈને તેની હત્યા કરવામાં આવી હતી તેનો ભેદ ખુલ્યો છે.

ડભોઈ પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ તાલુકાના પણસોલી વસાહત ગામનો રવિ નાયક છેલ્લા બે દિવસથી ગુમ હતો, ઘર પરિવાર દ્વારા તેની શોધખોળ કરતા હતા. દરમિયાન બીજા દિવસે સાંજે તરસાણા ગામની સીમમાંથી તેની લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પેનલ ડૉક્ટરો દ્વારા પીએમ કરવામાં આવ્યુ હતુ. જેમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

ટ્રમ્પની ટેરિફ નીતિએ શેર બજારમાં ફેલાવ્યો ભય, અદાણીના શેર થયા ધડામ
સોનાના ભાવમાં જલદી 10,000 રુપિયા સુધીનો નોંધાઈ શકે છે ઘટાડો !
AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો

મૃતકના પીએમ બાદ સમગ્ર માહિતી ખુલતા ડીવાયએસપી આકાશ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈએસ જે વાઘેલાએ ટેકનોલોજી સોર્સથી પોલીસે તાત્કાલિક આગળની તપાસ હાથ ધરતા વસઈ ગામના વિષ્ણુભાઈ લાલજીભાઈ રાઠોડીયા રવિની પત્ની સાથે પ્રેમ પ્રકરણને શંકા કરી તપાસ કરવા ગયા. તે દરમિયાન વિષ્ણુએ રવિને ગડદા પાટુનો માર મારી તેની હત્યા કરવામાં આવી હતી તેવુ આરોપીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

આ પણ વાંચો : રવાપરા ગ્રામીણ વિસ્તારમાં 12 માળની ઇમારતને અપાયેલી મંજૂરી રદ કરાઈ

પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી કલમ 302, 323, 506 (2) મુજબનો ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અહી ફરી એકવાર આડાસંબંધનો કરૂણ અંજામ આપ્યો એક નિર્દોષ પતિનો જીવ હણાયો.

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article