Vadodara : દરજીપુરા અકસ્માતની ઘટનામાં 3 મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની, પોલીસે સઘન તપાસ હાથ ધરી

વડોદરા(Vadodara)  હાલોલ રોડ પર ગઈકાલે થયેલા ગમખ્વાર અકસ્માતમાં(Accident)  કુલ 10 લોકો મોતને ભેટ્યા છે.આ પૈકી સાત મૃતકોની ઓળખ થઈ ગઈ છે.પરંતુ એક મહિલા,એક બાળક અને એક કિશોર મળીને ત્રણ મૃતકોની ઓળખ થઈ નથી.

Vadodara : દરજીપુરા અકસ્માતની ઘટનામાં 3 મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની, પોલીસે સઘન તપાસ હાથ ધરી
Vadodara Accident
Image Credit source: File Image
| Edited By: | Updated on: Oct 05, 2022 | 7:48 PM

વડોદરા(Vadodara)  હાલોલ રોડ પર ગઈકાલે થયેલા ગમખ્વાર અકસ્માતમાં(Accident)  કુલ 10 લોકો મોતને ભેટ્યા છે.આ પૈકી સાત મૃતકોની ઓળખ થઈ ગઈ છે.પરંતુ એક મહિલા,એક બાળક અને એક કિશોર મળીને ત્રણ મૃતકોની ઓળખ થઈ નથી.હરણી પોલીસ મથક દ્વારા આ મૃતકોની ઓળખ અને તેમના વાલી વારસોની શોધ કરવામાં આવી રહી છે.જે કોઈને આ બાબતમાં કોઈ જાણકારી હોય તો ઉપરોક્ત પોલીસ મથકને જાણ કરી સહયોગ આપવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

જેમાં મૃતકો પૈકી અંદાજે 44 વર્ષની મહિલા શ્યામવર્ણ અને મજબૂત બાંધો ધરાવે છે. એણે લીલા રંગનું બ્લાઉઝ અને દૂધિયા લીલા રંગની ચોકડીવાળી સાડી પહેરી છે. અંદાજે 10 વર્ષની ઉંમરના મૃતક બાળકે રાખોડી રંગનું ટી શર્ટ અને કાળા રંગનું જીન્સનું પેન્ટ પહેર્યા છે.એના હાથ પર પીળો દોરો બાંધેલો છે.જ્યારે અંદાજે 15 વર્ષની ઉંમરના મૃતક કિશોરે પીળા રંગનું ખમીસ અને વાદળી રંગનું જીન્સનું પેન્ટ પહેર્યા છે. આ લોકોને ઓળખનારા કે તેમના વાલી વારસો તાત્કાલિક હરણી પોલીસ મથકનો રૂબરૂ અથવા ફોન નં.૦૨૬૫- ૨૫૪૧૪૨૩/મોબ નં.૮૪૬૯૪૦૦૧૪૭ ના આધારે સંપર્ક કરે એવી વિનંતી કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના પર વ્યક્ત કર્યુ દુ:ખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અકસ્માતની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોના સ્વજનો પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાને મૃતકોના પરિજનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી બે-બે લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરી આ જાણકારી આપવામાં આવી છે. વડાપ્રધાને જણાવ્યુ કે “વડોદરા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનામાં થયેલા 11 લોકોના મોતથી દુ:ખી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી તેવી ઈશ્વર પાસે પ્રાર્થના”

વડાપ્રધાને જણાવ્યુ કે દરેક મૃતકોના પરિજનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી બે-બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે વડોદરામાં મંગળવારે નેશનલ હાઈવે પર એક કંટ્રેનર ટ્રકે છકડાને ટક્કર મારી હતી જેમા 11 લોકોના મોત થયા છે.

Published On - 7:20 pm, Wed, 5 October 22