Vadodara : લીંબુ બાદ ટામેટાના ભાવોએ કર્યા દાંત ખાટા ! બે સપ્તાહમાં બે ગણો ભાવ વધારો

|

May 29, 2022 | 9:51 AM

વડોદરાના (Vadodara) જથ્થાબંધ શાકભાજી બજારમાં ટામેટા 80 થી 100 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. જ્યારે છૂટક ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે ટામેટાના (Tomato) વધેલા ભાવથી મહિલાઓ પરેશાન છે, અને ન છૂટકે ટામેટાનો મર્યાદીત ઉપયોગ કરવા મજબૂર છે.

Vadodara : લીંબુ બાદ ટામેટાના ભાવોએ કર્યા દાંત ખાટા ! બે સપ્તાહમાં બે ગણો ભાવ વધારો
Tomatos (File Photo)

Follow us on

મોંઘવારી (Inflation) દિવસે દિવસે વધતી જઇ રહી છે. મોંઘવારી પડછાયાની જેમ મધ્યમ વર્ગની પાછળ પડી હોય તેવું લાગી રહ્યું છે. જનતાને પેટ્રોલના (Petrol) ભાવોમાંથી હજુ માંડ રાહત મળી છે, ત્યાં ટામેટાના ભાવોએ સદી ફટકારી છે. પણ એનાથી મધ્યમ વર્ગ અને ખાસ તો ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. લીંબુમાં ભાવ વધારાની ખટાશ બાદ હવે ટામેટાના ભાવોમાં પણ લાલચોળ તેજી જોવા મળી છે. છેલ્લા બે સપ્તાહમાં ટામેટાની (Tomatoes) કિંમતમાં બે ગણો વધારો થયો છે.

ગૃહીણીઓનું બજેટ ખોરવાઈ ગયું

એક ટામેટામાંથી અડધું કરવું પડે એવી હાલત આવી ગઈ છે.લીંબુના ભાવ વધારાથી લોકોના દાંત ખાટા થયા એની કળ વળે એ પહેલાં તો ટામેટા જેવા દેખાય છે એવા જ એના ભાવ પણ લાલચોળ થઈ ગયા છે.સ્વાભાવિક જ ગૃહીણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.વડોદરાની ગૃહીણીઓના શાકભાજીના લિસ્ટમાંથી અને રસોઇની દાળમાંથી ટામેટા ગાયબ થયા છે, તો રેસ્ટોરન્ટ સંચાલકોએ પણ સલાડમાંથી ટામેટાની બાદબાકી કરી નાખી છે.એટલે કે 100 રૂપિયાના ભાવે વેચાતા ટામેટા સૌને મોંઘા લાગી રહ્યા છે.વેપારીઓ પણ માની રહ્યા છે કે વરસાદ ન પડે ત્યાં સુધી ટામેટાના ભાવોમાં ઘટાડાના અણસાર નથી.

છૂટક ભાવ પણ આસમાને પહોંચ્યા

વડોદરાના જથ્થાબંધ શાકભાજી બજારમાં ટામેટા 80 થી 100 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. જ્યારે છૂટક ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે ટામેટાના વધેલા ભાવથી મહિલાઓ પરેશાન છે, અને ન છૂટકે ટામેટાનો મર્યાદીત ઉપયોગ કરવા મજબૂર છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તો ટામેટા તો જોઈએ જ, આ જરૂરિયાત છે એટલે મોંઘા તો મોંઘા ખરીદ્યા સિવાય છૂટકો નથી. એટલે જ કદાચ એનો જ લાભ ઉઠાવવાનું વચેટિયાઓ ચુકતા નથી અને વેપારીઓનું માનીએ તો ટામેટાની આવક ઓછી છે એટલે હવે ચોમાસા સુધી તો લોકોએ ભાવ ઘટાડાની રાહ જોવી જ રહી.

કાળઝાળ ગરમીથી અન્ય રાજ્યોમાં ટામેટાના પાકને નુકસાન

ટામેટાના ભાવો વધવા પાછળ કેટલાક અન્ય કારણો પણ જવાબદાર છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણા ટામેટાના મોટા ઉત્પાદકો છે, જોકે અહીં કાળઝાળ ગરમીથી પાકને નુકસાન પહોંચ્યુ છે, જેથી ઉત્પાદન ઘટતા ભાવ વધારાનો ભડકો સર્જાયો છે.

Next Article