vadodara : જાહેરમાં કેક કાપવાનો કેસ, પોલીસે ચારની અટકાયત કરી

|

Aug 07, 2021 | 11:02 PM

હાલોલ ટોલ પ્લાઝા પર જાહેરમાં કેક કાપવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી હતી. ટીવીનાઇનના અહેવાલ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

vadodara : હાલોલ ટોલ પ્લાઝા પર જાહેરમાં કેક કાપવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી હતી. ટીવીનાઇનના અહેવાલ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જેમાં ટોલ પ્લાઝાના મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂત અને સાથી કર્મીઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયો છે. શૈલેન્દ્ર રાજપૂત સહિત 4 વિરુદ્ધ જાહેરનામાનો ભંગ જીપી એકટ અને IPC ની કલમો મુજબ ગુનો દાખલ કરાયો છે. તથા આ કેસમાં પોલીસે ચાર શખ્સોની અટકાયત પણ કરી છે. નોંધીનીય છેકે હાલોલના ટોલ પ્લાઝા પર જાહેરમાં તલવાર વડે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરાઇ હતી. જે અંગેનો એક અહેવાલ ટીવીનાઇનના માધ્યમ થકી પ્રસારિત થયો હતો.

 

Next Video