VADODARA : દારૂની હેરાફેરી કરનાર ભાજપ કાર્યકર પક્ષમાંથી સસ્પેન્ડ

દારૂની હેરાફેરી કરનાર ભાજપ કાર્યકર પક્ષમાંથી સસ્પેન્ડ કરાયો છે. પાર્થ શ્રીમાળી વડોદરા શહેર ભાજપ વોર્ડ-3નો કાર્યકર છે. વિમાનમાં દારૂની હેરાફેરી કરતા પાર્થ ઝડપાયો હતો.

VADODARA : દારૂની હેરાફેરી કરનાર ભાજપ કાર્યકર પક્ષમાંથી સસ્પેન્ડ
VADODARA: BJP worker suspended for alcohol smuggling
| Edited By: | Updated on: Aug 05, 2021 | 5:37 PM

VADODARA : દારૂની હેરાફેરી કરનાર ભાજપ કાર્યકર પક્ષમાંથી સસ્પેન્ડ કરાયો છે. પાર્થ શ્રીમાળી વડોદરા શહેર ભાજપ વોર્ડ-3નો કાર્યકર છે. વિમાનમાં દારૂની હેરાફેરી કરતા પાર્થ ઝડપાયો હતો. પાર્થ અન્ય એક વ્યક્તિ સાથે 37 દારૂની બોટલ સાથે ઝડપાયો હતો.

નોંધનીય છે કે આરોપી હવાઈ માર્ગે દારૂની હેરાફેરી કરતો હતો. દિલ્લીથી વિમાન માર્ગે દારૂની બોટલો લઈને આવેલા બે યુવકો વડોદરા એરપોર્ટ પર ઝડપાયા હતા. બંને 37 દારૂની બોટલ સાથે ઝડપાયા હતા. કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સએ કોલ કર્યો, દિલ્લીથી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બે યુવકો વિદેશી દારૂનો જથ્થો લઇને આવી રહ્યા છે. હરણી પોલીસે ફ્લાઇટ આગમન સમયે એરપોર્ટ પર વોચ ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા. પાર્થ શ્રીમાળી અને યાંત્રિક શ્રીમાળી નામના બંને યુવકો વડોદરાના રહેવાસી છે.