વડોદરામાં પોર નેશનલ હાઈવે 48 બ્રિજ ઉપર કુલ ચાર વાહન વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બે આઈસર, એક ટ્રક અને લક્ઝરી બસ એકબીજા સાથે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ સ્થાનિક તથા પોલીસ લોકોની મદદ માટે દોડી આવી હતી.
મહત્વનું છે કે અકસ્માતનો ભોગ બનેલી બસ સર્વિસ રોડ પર બનેલી રેલિંગ તોડીને તેના પર અધવચ્ચે લટકી ગઈ હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરોના જીવ બચી ગયા છે. આ અકસ્માતમાં કુલ પાંચ લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે. જેને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ લકઝરી બસ અને ટ્રક પોર ગામના સર્વિસ રોડની રેલીગ તોડીને અધવચ્ચે લટકતી જોવા મળી હતી. જે બાદ વરણામાં પોલીસ તથા પોર ગામના લોકોએ કલાકો સુધી રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ ઈજા પામનારને પોર રેફરલ હોસ્પિટલ ખસેડયા હતા. થોડા દિવસોથી ઠંડીનો પારો વધતા વહેલી સવારે વીઝિબિલીટીમાં ઘટાડો જોવા મળઈ રહ્યો છે, જેના કારણે અકસ્માતો વધી રહ્યા છે.