Vadodara : દીકરીની 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવાની ઈચ્છાને રિક્ષાચાલક પિતાએ કરી પૂર્ણ, બાળકીની યાત્રા પાછળ ખર્ચી નાખ્યા 18 લાખ રૂપિયા

Vadoadara: શહેરના એક રિક્ષાચાલકે પોતાની 11 વર્ષની દીકરીને દેશના 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવવા પાછળ 18 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. દીકરીની ઈચ્છાને પૂર્ણ કરવા પિતાએ કંઈ પણ વિચાર્યા વગર 6 વર્ષના સમયમાં તેને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દીધા.

Vadodara : દીકરીની 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવાની ઈચ્છાને રિક્ષાચાલક પિતાએ કરી પૂર્ણ, બાળકીની યાત્રા પાછળ ખર્ચી નાખ્યા 18 લાખ રૂપિયા
| Edited By: | Updated on: Apr 29, 2023 | 3:46 PM

વડોદરામાં રીક્ષાચાલકે 18 લાખનો ખર્ચ કરી પોતાની 11 વર્ષની દીકરીને 12 જ્યોતિર્લિંગની યાત્રા અને ચાર ધામની યાત્રા પૂર્ણ કરાવી છે. દીકરીએ મહાદેવના 12 જ્યોતિર્લિંગના દર્શન પર જવાની એક ઈચ્છા પિતા સમક્ષ મૂકી અને તેના પિતાએ પણ કંઈ વિચાર કર્યા વગર 6 વર્ષમાં તમામ 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દીધા.

11 વર્ષની ઉમરે ઉર્વશીએ 12 જ્યોતિર્લિંગના કર્યા દર્શન

વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલ વીએમસી ક્વાર્ટરમાં રહેતા વિનોદ જેઠવા રીક્ષાચાલક છે. તેમની એકની એક દીકરી ઉર્વશીએ 5 વર્ષની ઉંમરે તેના પિતાને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી તેના માતા પિતા સૌપ્રથમ સોમનાથ મહાદેવના દર્શન કરાવવા લઈ ગયા. બાદમાં 6 વર્ષમાં તમામ 12 જ્યોતિર્લિંગના દર્શન ઉર્વશી અને તેના માતા-પિતાએ પૂરા કર્યા. ઉવર્શીએ માત્ર 11 વર્ષની ઉંમરે તમામ જ્યોતિર્લિંગના દર્શન કરી મહાદેવની પરમ ભક્ત હોવાનો સંદેશો પણ આપ્યો.

ચાર ધામ, જગન્નાથપુરી, રામેશ્વર, દ્વારકા અને બદ્રીનાથની યાત્રા પાછળ પિતાએ કર્યો 18 લાખનો ખર્ચ

ઉવર્શી કહે છે કે તેને હજી નેપાળમાં પશુપતિનાથ મહાદેવ અને અમરનાથના દર્શન કરવા છે. ઉવર્શીના પિતા વિનોદ જેઠવા રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. પોતાની દીકરીને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવવા અને હિન્દુ ધર્મ પ્રમાણે ચાર ધામ જગન્નાથપુરી, રામેશ્વરમ, દ્વારકા અને બદ્રીનાથની યાત્રા કરાવવા પાછળ 18 લાખનો માતબર ખર્ચ કર્યો. વિનોદ જેઠવા કહે છે કે મારી દીકરીએ મારી સમક્ષ અનોખી ઈચ્છા વ્યક્ત કરી, જેના માટે શરૂઆતમાં વિચાર આવ્યો કે 12 જ્યોતિર્લિંગની યાત્રા કેવી રીતે પૂરી કરાવીશ, આટલો ખર્ચ કેવી રીતે કરી શકીશ પણ ભોલેનાથની કૃપાથી મારી દીકરી અને પરિવારે તમામ 12 જ્યોતિર્લિંગના દર્શન આજે પૂરા કર્યા છે.

આ પણ વાંચો:Vadodara : સુદાનથી આવેલો પરિવાર કહે છે, સરકાર અને સેનાના કારણે અમે સુરક્ષિત વતનમાં આવી શક્યા

સામાન્ય રીક્ષા ચાલકને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ હોય છે ત્યાં નાની ઉંમરની પોતાની દીકરીની ઈચ્છા પુરી કરવા 18 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચી નાંખી તેને કારણે આ પરિવાર સમગ્ર વિસ્તારની અંદર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 2:56 pm, Sat, 29 April 23