Vadodara : દાંડિયા બજારમાં સેનિટાઈઝર ભરેલા ગોડાઉન લાગી આગ, આગ પર કાબુ મેળવાયો

|

Jul 03, 2021 | 6:08 PM

Vadodara : વડોદરા શહેરના દાંડિયા બજારના નારાયણ ભુવન ફલેટમાં આગ (Fire) લાગી હતી. સેનિટાઈઝર ભરેલા જથ્થાના ગોડાઉનમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ડીસીપી ( DCP ), એસીપી  (ACP ) સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Vadodara : વડોદરા શહેરના દાંડિયા બજારના (Dandia Bazar) નારાયણ ભુવન ફલેટ (NarayanBhuvanflat )માં આગ (Fire) લાગવાની ઘટના સામે આવી હતી.કોમર્શિયલ અને રેસિડેન્સીયલ વિસ્તાર હોવાને કારણે બ્રિગેડ કોલ ( Brigade call )  જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં આગ પર કાબુ મેળવાયો  છે.

વડોદરા (Vadodara) શહેરના દાંડિયા બજારના (Dandia Bazar) નારાયણ ભુવન ફલેટમાં આગ (Fire) લાગી હતી. સેનિટાઈઝર ભરેલા જથ્થાના ગોડાઉનમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ વિસ્તાર કોમર્શિયલ અને રેસિડેન્સીયલ વિસ્તાર હોવાને કારણે બ્રિગેડ કોલ ( Brigade call ) જાહેર કરવામાં આવ્યો હતો. આગની જાણ થતાં જ ડીસીપી ( DCP ), એસીપી  (ACP ) સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

 

ફલેટમાં આગ (Fire) લાગતા જ રહેવાસીઓ મકાનના ધાબા પર ચઢી ગયા હતા. આ તમામ લોકોને  ફાયરબ્રિગેડ (Fire brigade)દ્વારા હાઇડ્રોલિક વેન દ્વારા સલામત રીતે નીચે  ઉતારવામાં આવ્યા હતા. તેમજ 2 મહિલાઓને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. કોર્પોરેશનના પદાધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આગ (Fire) પર તો કાબુ મેળવાયો છે પરંતુ સવાલ એ છે કે, રહેણાંક વિસ્તારમાં સેનિટાઈઝર (Sanitizer)ના જથ્થાને રાખવાની મંજૂરી કેમ આપવામાં આવી છે. આ બેદરકારી દાખવનાર લોકો સામે ક્યારે પગલાં લેવામાં આવશે તે જોવાનું રહેશે. ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન કરતા મોટી ઘટના ટળી હતી.આગ ક્યા કારણોસર લાગી છે તે હજુ સામે આવ્યું નથી. આગને કારણે જાનમાલને વધુ નુકસાન ના થાય તે માટે, આગની જાણ થતાં જ ડીસીપી ( DCP ), એસીપી  (ACP ) સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Published On - 5:51 pm, Sat, 3 July 21

Next Video