Vadodara: વડોદરાના વોર્ડ નંબર 18ના કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો થયો દાખલ

|

Oct 20, 2022 | 10:17 AM

વડોદરાના  (Vadodara) મહા નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર  ( BJP corporator ) કલ્પેશ પટેલ ફરી વિવાદમાં આવ્યા છે તેમણે  મંજૂરી વગર જ કાર્યક્રમ યોજતા પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. ચાલુ કાર્યક્રમમાં પી.આઈ. વી.કે. દેસાઈએ સ્ટેજ પર આવી લાઉડ સ્પીકરમાં મહેમાનોને જતા રહેવા  માટે અનુરોધ કર્યો હતો.

Vadodara: વડોદરાના વોર્ડ નંબર 18ના કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો થયો દાખલ
કલ્પેશ પટેલ સામે ગુનો થયો દાખલ

Follow us on

વડોદરાના   (Vadodara) વોર્ડ નંબર 18ના  ભાજપના કોર્પોરેટર (BJP corporate) કલ્પેશ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે બે દિવસ અગાઉ તેમણે મંજૂરી વિના  જાહેર સભા અને ડાયરાનો  કાર્યક્રમ આયોજિત કર્યો હતો અને જાહેરનામાના ( declaration ) ભંગ બદલ ભાજપ કોર્પોરેટર સામે ગુનો દાખલ થયા હતા.  મંજૂરી વિના જાહેરમાં કાર્યક્રમ યોજવા મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.

જાહેર માર્ગ પર કાર્યક્રમનું કર્યું હતું આયોજન

વડોદરાના  (Vadodara) મહા નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર  ( BJP corporator ) કલ્પેશ પટેલ ફરી વિવાદમાં આવ્યા છે તેમણે  મંજૂરી વગર જ કાર્યક્રમ યોજતા પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. ચાલુ કાર્યક્રમમાં પી.આઈ. વી.કે. દેસાઈએ સ્ટેજ પર આવી લાઉડ સ્પીકરમાં મહેમાનોને જતા રહેવા  માટે અનુરોધ કર્યો હતો.  આ કાર્યક્રમમાં  સ્ટેજ પર વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી મહારાજ પણ બિરાજમાન હતા, તેઓ પણ પીઆઈની વિનંતીને પગલે સ્ટેજ છોડી જતા રહ્યા હતા.

અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ

માંજલપુરના PI વી.કે. દેસાઇની તાત્કાલિક અસરથી બદલી

આ ઘટનામાં માંજલપુરના PI વી.કે. દેસાઇની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનર શમશેર સિંહના આદેશ બાદ તાત્કાલિક અસરથી પીઆઇ વી.કે. દેસાઇની વિશેષ શાખામાં બદલી કરવામાં આવી છે. હવે ક્રાઇમ બ્રાન્ચના (Crime Branch) પીઆઇ વી.આર. ખેર માંજલપુરના પીઆઇ તરીકે વધારાનો ચાર્જ સંભાળશે. ગઇકાલે ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલના જાહેર કાર્યક્રમને પીઆઇ વી.કે. દેસાઇએ બંધ કરાવ્યો હતો. વી.કે. દેસાઇની કાર્યવાહીની પદ્ધતિની ઉચ્ચ અધિકારીઓ ગંભીર નોંધ લીધી અને તાત્કાલિક અસરથી વિશેષ શાખામાં બદલી કરી નાંખી.

 વારંવાર વિવાદમાં આવતા કોર્પોરેટરે કર્યો લૂલો બચાવ

આમ કોર્પોરેટરના કારણે  ધર્મગુરૂને પણ કડવો અનુભવ થયો હતો. સમગ્ર ઘટના અંગે કોર્પોરેટર કલ્પેશ પટેલે પોતાનો લુલો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે, કાર્યક્રમની મંજૂરીનો લેટર બંધ કવરમાં મળ્યો હતો. જેને જોવાનો પણ બાકી છે. મહત્વનું છે કે કોર્પોરેટર કલ્પેશ પટેલે અગાઉ શાળામાં પરમિશન વગર કાર્યક્રમ કરતા પાલિકાએ ફી ભરાવી હતી. ઉપરાંત એક વખત વોર્ડ ઓફીસમાં લેંઘો ઉતારી  તેઓ ઉભા રહી ગયા હતા જેના કારણે પણ ખૂબ વિવાદ થયો હતો.

Next Article