Vadodara : વર્તમાન ધારાસભ્ય અને ભાવિ દાવેદારના રાજકીય જંગમાં બરોડા ડેરીની પ્રતિષ્ઠા દાવ પર લાગી

|

Jul 27, 2022 | 7:25 AM

બરોડા ડેરીના ડિરેકટર કુલદીપ સિંહ સોલંકી (Kuldipsinh Solanki) છેલ્લા બે વર્ષથી સાવલીના રાજકારણમાં સક્રિય થતા સાવલીના વર્તમાન ધારાસભ્ય કેતન ઇનામદારs ગત વર્ષથી પશુપાલકોના મુદ્દે ડેરી સામે બાયો ચઢાવી છે.

Vadodara : વર્તમાન ધારાસભ્ય અને ભાવિ દાવેદારના રાજકીય જંગમાં બરોડા ડેરીની પ્રતિષ્ઠા દાવ પર લાગી
Baroda Dairy (File Photo)

Follow us on

બરોડા ડેરી (baroda dairy) અને પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ પશુપાલકોના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર વિવાદમાં આવ્યા છે અને તેની પાછળ સાવલી વિધાનસભા (Savli assembly seat) મત વિસ્તારનું રાજકારણ જવાબદાર છે.બરોડા ડેરીના ડિરેકટર કુલદીપ સિંહ સોલંકી (Kuldipsinh Solanki) છેલ્લા બે વર્ષ થી સાવલીના રાજકારણમાં સક્રિય થતા સાવલીના વર્તમાન ધારાસભ્ય કેતન ઇનામદારે ગત વર્ષથી પશુપાલકોના મુદ્દે ડેરી સામે બાયો ચઢાવી છે. આજ રીતે 65 મી સામાન્ય સભા પૂર્વે પણ માહોલ ગરમ કરવાની કોશિશ કેતન ઇનામદારે કરી તો કુલદીપ સિંહએ પસાવલીની બેઠક પરથી કોઈ પણ ભોગે ચૂંટણી ( Election) લડવાની તૈયારી દર્શાવી.

પશુપાલકોના મુદ્દે  ધમાસાણ !

વર્ષ 2012માં 62849 મત મેળવી કોંગ્રેસના ઉમેદવાર ખુમાણસિંહ ચૌહાણને હરાવનાર અપક્ષ ઉમેદવાર કેતન ઇનામદારને વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપે ટીકીટ આપી અને ઇનામદારે કોંગ્રેસના ઉમેદવાર સાગર બ્રહ્મભટ્ટને અંદાજે 41 હજારની લીડ સાથે હરાવ્યા, પરંતુ 2022ની ચૂંટણી માં ભાજપ કેતન ઇનામદારને ટીકીટ આપશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ છે ? ભાજપ (BJP) જો નો રિપીટ થિયરી અપનાવે તો બરોડા ડેરીના ડિરેકટર ફૂલદીપસિંહ સાવલી બેઠક પરથી ભાજપના પ્રબળ દાવેદાર છે અને છેલ્લા દોઢ વર્ષથી ફૂલદીપસિંહ બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ પીઠબળ સાથે સાવલી મત વિસ્તારમાં લોક સંપર્ક વધારી રહ્યા છે.આ રઘવાટ સાથે કેતન ઇનામદારે પશુપાલકોનો મુદ્દો લઈ બરોડા ડેરી (Baroda Dairy News) સામે મોરચો માંડ્યો છે, વાસ્તવમાં પશુપાલકોના મુદ્દા ઉઠાવી કુલદીપ સિંહ રાઉલજીને સાવલીના લોકસંપર્ક ના મેદાનમાંથી હટાવવા માટે કેતન ઇનામદાર ડેરી ના ચેરમેન દિનેશ પટેલ પર દબાણ વધારી રહ્યા છે. ફૂલદીપસિંહ રાઉલજી કેતન ઇનમદારને વ્યાજબી પ્રશ્ન કરે છે કે છેલ્લા બે વર્ષથીજ તેઓને પશુપાલકો નો મુદ્દો કેમ યાદ આવ્યો, બે ટર્મ થી ચૂંટાઓ છો આટલા વર્ષો દરમિયાન પશુપાલકોનો મુદ્દો ક્યારેય નહીં ઉઠાવ્યો અને હવે કેમ ઉઠાવ્યો ?

ઇનામદારે છેડેલ વિવાદ સી.આર.પાટીલ સુધી પહોંચ્યો હતો

મહત્વનું છે કે,ગત વર્ષે પશુપાલકો ને ભાવફેર આપવાના મુદ્દે કેતન ઇનામદારે છેડેલ વિવાદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ (CRPaatil) સુધી પહોંચ્યો હતો, પાટીલના માર્ગદર્શન મુજબ ડેરી સત્તાધીશો દ્વારા પશુપાલકોને બે તબક્કામાં 27 કરોડ ચૂકવી દેવામાં આવ્યા હતા, આ ભાવફેર ના નહીં પરંતુ એડવાન્સ પેટે રકમ ચુકવવામાં આવી હોવાના પ્રચાર વચ્ચે કેતન ઇનમદારે બરોડા ડેરીની મંગળવારે મળનારી સામાન્ય સભા પૂર્વે ગત રવિવારે સાવલી ડેસરના પશુપાલકો ને ભાવફેર મુદ્દે પ્રશિક્ષણ શિબિરના નામે એકત્ર કરી રાજકીય નિવેદન કરતા શેખી મારી દીધી કે 2022ની ચૂંટણી માં ફોર્મ ભરી ને ઘરે બેસી જાઉં તો પણ જીતી જઈશ.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કુલદીપ સિંહ આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મને ભાજપના નેતૃત્વ પર ભરોસો છે અને મને જ ટીકીટ આપવામાં આવશે.ફૂલદીપ સિંહે વધુમાં ઉમેર્યું કે, કેતન ઇનામદારને આ વખતે સાવલીના મતદારો ઘરે બેસાડી દેશે. ઇનામદાર બે ટર્મથી ચૂંટાય છે તો આગળના વર્ષો નહીં અને છેલ્લા દોઢ વર્ષથીજ કેમ પશુપાલકોની ચિંતા કેમ થઈ ? કેતન ઇનામદારે રવિવારે આપેલ નિવેદન અને કુલદીપ સિંહ રાઉલજી એ TV9 સાથેની વાતચીત સ્પષ્ટ કરે છે કે બરોડા ડેરી અને ચેરમેન દિનેશ પટેલને વિવાદમાં ઘેરવા પાછળ પશુપાલકોના પ્રશ્ન કે પશુપાલકોનું હિત નહીં પરંતુ સાવલી વિધાનસભા બેઠકનું વર્તમાન અને ભાવિ રાજકારણ જવાબદાર છે.

Next Article