“મારું અપહરણ થયું છે ,મને બચાવો!”, આત્મહત્યા પહેલા નવસારીની યુવતીએ કોને કર્યો હતો આ મેસેજ?

|

Nov 20, 2021 | 4:35 PM

યુવતીની માતાનું કહેવું છે કે આત્મહત્યાના દિવસે પીડિતાએ ત્રણ લોકોને પોતાને બચાવવા માટે મેસેજ કર્યા હતા તે ત્રણેય માંથી એક પણ વ્યક્તિએ આજ સુધી આવો મેસેજ મળ્યા નો ખુલાસો કર્યો નથી.

VADODARA : નવસારીની આશાસ્પદ યુવતી પર ગેંગરેપ બાદ આત્મહત્યા પ્રકરણમાં મૃતક યુવતીની માતાએ સંસ્થાના સંચાલકો પર આરોપ કર્યા છે. સંસ્થાના સંચાલકો પાંચમી તારીખે મળવા આવ્યા હતા પરંતુ પોલીસ સાથે સંપર્કમાં નહોતા તેમ છતાં પોલીસ સાથે સંપર્કમાં હોવાનું જણાવી રહ્યાનું માતાએ શંકા વ્યક્ત કરી છે.

યુવતીની માતાનું કહેવું છે કે આત્મહત્યાના દિવસે પીડિતાએ ત્રણ લોકોને પોતાને બચાવવા માટે મેસેજ કર્યા હતા તે ત્રણેય માંથી એક પણ વ્યક્તિએ આજ સુધી આવો મેસેજ મળ્યાનો ખુલાસો કર્યો નથી અથવા તો પીડિતાના પરિવાર સાથે સંપર્ક પણ કર્યો નથી. યુવતીએ સંસ્થાના સંજુભાઈ વૈષ્ણવી અને અવધી સહીત ત્રણ લોકોને રાત્રી દરમિયાન પોતાને બચાવવા માટે મેસેજ કર્યા હતા. આ ઘટનામાં પીડિતાની માતા એ આત્મહત્યાના બનાવને નકાર્યો છે. તેમણે
ટ્રેનમાં બે સીટની વચ્ચે આત્મહત્યા બાબતે પણ શંકા વ્યક્ત કરી છે.

નવસારીની યુવતી પર દુષ્કર્મ થયા બાદ આપઘાત કર્યાના કેસમાં પોલીસને વધુ માહિતી હાથે લાગી છે. યુવતીની ડાયરીના ફાડવામાં આવેલા છેલ્લા પેજનો ફોટો અન્ય એક વ્યક્તિના મોબાઇલમાંથી મળી આવ્યો છે.યુવતી એઓસિસ સંસ્થા સાથે સંકળાયેલી હતી અને તેણે દુષ્કર્મની ઘટના બાદ સંસ્થા પાસે મદદ માગી હતી.પરંતુ સંસ્થાના મેન્ટર જમ્મુ કાશ્મીર હોવાથી અન્ય યુવતીને મદદ કરવા મોકલી હતી.

બાદમાં તે યુવતીએ સંસ્થાના ટ્રસ્ટીને યુવતીને થયેલી ઇજા અને ડાયરીના ફોટો પાડીને મોકલાવ્યા હતા.હાલ પોલીસે FIR નોંધતા સંસ્થાએ ફાટેલાં પાનાનો ફોટો પોલીસને આપ્યો હતો.જેને લઈ પોલીસ દ્વારા ફોટોની આપલે થયેલા 5 મોબાઈલ ફોન FSLની તપાસમાં મોકલાવ્યા છે અને ફાટેલાં પાનાના ફોટા અને અન્ય ડેટા રિકવર કરવા કવાયત હાથધરી છે.

આ પણ વાંચો : નીતિન પટેલનો પાટીદાર સમાજને સંદેશ, “જરૂર પડ્યે વિરાટ સ્વરૂપ બતાવજો”

આ પણ વાંચો : રાજકોટમાં સી.આર.પાટીલ અને વજુભાઈ વાળા વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ, વિખવાદ ડામવા કવાયત

Next Video