
નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા મહિસાગર જિલ્લાના કડાણા ડેમના કામો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. પ્રોવાઇડિંગ એન્ડ ઇંસ્ટોલેશન ઓફ ડેમ ટોપ લાઇટિંગ એન્ડ અધર ઇલેકટ્રીફીકેશન વર્કસ એટ કડાણા ડેમ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. ટેન્ડરની અંદાજીત કિંમત રુ. 3,47,80,312 છે.
આ ટેન્ડરની પ્રી-બીડ મીટિંગ 24 માર્ચ 2023ના રોજ બપોરે 12 કલાકે છે. તો ટેન્ડર મોકલવાની છેલ્લી તારીખ 13 માર્ચ 2023 બપોરે 4 કલાક સુધીની છે. ટેન્ડર અંગેની વિસ્તૃત માહિતી www.nprocure.com અને www.statetenders.gujarat.gov.in વેબસાઇટ પરથી મેળવી શકાશે. કોઇપણ પ્રકારના સુધારા-વધારા માત્ર ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવશે, જે આખરી અને માન્ય ગણવામાં આવશે. આ ટેન્ડર માટેની વધુ માહિતી વડોદરાના રાવપુરામાં આવેલી કુબેરભવન ખાતેથી મળી રહેશે.