પ્રિ-પ્રાયમરી સ્કૂલો અને આંગણવાડીઓ શરૂ, બાળકોએ કહ્યું આવી મજા ઘરે નહોતી આવતી

|

Feb 17, 2022 | 6:29 PM

સ્કૂલ સંચાલકોએ જણાવ્યું કે જે માહોલ સ્કૂલમાં મળે છે તે ઘરમાં મળી શકે નહીં. બાળકો લાંબો સમય સુધી કેમેરા સામે બેસી શકે નહીં, ઉપરાંત બાળકો અને શિક્ષકો વચ્ચેનું ઇન્ટરેક્શન ખુબ જરૂરી છે, તે સ્કૂલમાં અભ્યાસથી જ શક્ય બને છે

કોરોના (Corona) ના કેસોમાં ઘટાડા બાદ આજથી ફરી પ્રિ-પ્રાઈમરી સ્કૂલો (Pre Primary School) શરૂ થઈ ગઈ છે. આંગણવાડીઓ અને પ્રિ સ્કૂલો ફરી નાના બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠી છે. છેલ્લા બે વર્ષોથી બંધ પ્રિ-સ્કૂલોમાં બાળકો ફરી આવતાં બાળકો (children) ની સાથે શિક્ષકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

જે પ્રિ-પાઈમરી સ્કૂલો અત્યાર સુધી કોરોનાને કારણે બંધ હતી, તે ફરી ખૂલી છે બાળકોએ પણ સ્કૂલમાં જવાથી ખુબ મજા પડી હતી. બાળકોએ કહ્યું હતું કે સ્કૂલમાં મજા આવે છે. અહીં મિત્રો મળે છે. ઘરે આવી મજા આવતી નહોતી. સ્કૂલમાં આવેલા બાળકો પણ ખુબ જ ઉત્સાહિત દેખાતાં હતાં.

સ્કૂલના સંચાલકોએ જણાવ્યું કે બે વર્ષ બાદ બાળકોને ફરીથી સ્કૂલમાં જોઈને અમે ખુબ જ ખુશ થયા છીએ. બાળકોના સ્વાસ્થ્ય માટે તમામ ઉપાયોનું પાલન કરાઈ રહ્યું છે. સરકારની કોવિડ ગાઈડલાઈનું પાલન કરાઈ રહ્યું છે. સેનિટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સ, ડાયરેક્ટ ઇન્ટરેક્શન વેગેર બાબતોમાં ખાસ ચોકસાઈ રાખવામાં આવી રહી છે.

બાળકોને સખત ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અને ટિચર્સ પણ તે વાતોનું ખાસ ધ્યાન રાખી રહ્યાં છે. અમે પેરેન્ટ્સનો આભાર માનીએ છીએ કે તેમણે અમારા પર ભરોશો કરીને તેમના બાળકોને સ્કૂલે મોકલ્યાં છે. આજે પહેલા દિવસે 50 ટકા બાળકો આવ્યાં છે બાકીના બાળકોના વાલીઓ કદાચ ડરી રહ્યા હોય તો તેમને પણ સમજાવીશું કે તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલે.

સ્કૂલ સંચાલકોએ જણાવ્યું કે જે માહોલ સ્કૂલમાં મળે છે તે ઘરમાં મળી શકે નહીં. બાળકો લાંબો સમય સુધી કેમેરા સામે બેસી શકે નહીં. ઉપરાંત બાળકો અને શિક્ષકો વચ્ચેનું ઇન્ટરેક્શન ખુબ જરૂરી છે. તે સ્કૂલમાં અભ્યાસથી જ શક્ય બને છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના પરિણામે સરકારે પ્રિ પાયમરી સ્કૂલોને પણ કોરોના એસઓપીના પાલન સાથે ખોલવાની જાહેરાત કરી છે. જો કે તેની માટે વાલીઓના સંમતિ પત્ર પણ લેવામાં આવશે. તેમજ કોરોનાના લીધે છેલ્લા એક વર્ષથી બંધ બાલમંદિરો પણ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat માં કોરોનાના કેસોમાં ઘટાડો, આજે નવી કોરોના એસઓપી જાહેર થશે

આ પણ વાંચોઃ અમરેલીમાં પોલીસ સ્ટેશનના તમામ 50 કર્મયારીઓની બદલી, SP નિર્લિપ્ત રાયનો નિર્ણય

Published On - 6:20 pm, Thu, 17 February 22

Next Video