Gujarat Government: આગામી ૨ દિવસ માટે રાજ્યકક્ષાના મંત્રી પુર્ણેશ મોદી વડોદરા, સુરત, નવસારી અને ડાંગના પ્રવાસે છે. તેઓ ૨૩ અને ૨૪ ડિસેમ્બરના રોજ વડોદરા, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં કરોડોના પ્રોજેક્ટ્સનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે. જણાવી દઈએ કે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના (Purnesh Modi) હસ્તે ૬૨.૫૯ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા અને બનતા ૧૧ જેટલા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે.
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે તારીખ ૨૩ ડિસેમ્બરે વડોદરા ખાતે ૧૪.૦૯ કરોડના ખર્ચે તૈયાર થનાર દુના જંક્શન અંડરપાસ અને ફ્લાય ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે સુરત ખાતે ૨૬.૭૬ કરોડના ખર્ચે ઉભેંળ જંક્શન ફ્લાયઓવર, એપ્રોચ રોડ તેમજ ડ્રેનેજનું વરસાદી ગટરની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
નવસારીની વાત કરીએ તો નવસારી જિલ્લાના ચિખલી ખાતે કુલ ૭.૭ કરોડના ખર્ચે ખુડવેલમાં બે માર્ગોનું લોકાર્પણ તેમજ સ્લેબ ડ્રેઇનનું ખાતમુહૂર્ત કરાશે. જ્યારે ડાંગ જિલ્લાના વધઇ તાલુકામાં ૩.૫ કરોડના ખર્ચે માછળી બ્રિજનું ખાતમુહૂર્ત તેમજ ૧.૯૮ કરોડના ખર્ચે ધવલી દોડ રસ્તાનું લોકાર્પણ કરાશે.
મંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહુર્તના કાર્યક્રમો ૨૪ ડિસેમ્બરે પણ ચાલુ રહેશે. ૨૪ ડિસેમ્બરના રોજ ૧.૬૮ કરોડના ખર્ચે ઓલપાડ-ડભારી રસ્તાનું ખાતમુહૂર્ત, ૩.૧૩ કરોડના ખર્ચે તાલુકામાં વાઝ ખાતે ચાર રસ્તાનું ખાતમુહૂર્ત, સચિન ખાતે રેસ્ટ હાઉસનું લોકાર્પણ, ૧.૭૫ કરોડના ખર્ચે બારડોલી તાલુકાના અલ્લુ ખાતે ચાર રસ્તાનું ખાતમુહૂર્ત જ્યારે ૨ કરોડના ખર્ચે માંડવી ઝાબ પાટિયા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ રીતે બે દિવસમાં કુલ. ૬૨.૫૯ કરોડના ખર્ચે ૧૧ જેટલા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે.
આ પ્રસંગે કાર્યક્રમના વિવિધ સ્થળોએ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, મંત્રી કનુ દેસાઈ, મંત્રી નરેશ પટેલ, મંત્રી મુકેશ પટેલ, મંત્રી જીતુ ચૌધરી, પૂર્વ મંત્રી ઈશ્વર પરમાર, ધારાસભ્યમાં અનેક ધારાસભ્યો જેમ કે મોહન ઢોડીયા, મધુ શ્રીવાસ્તવ, વી ડી ઝાલાવાડીયા, ઝંખના પટેલ, વિજય પટેલ તેમજ સાંસદ સર્વે ડૉ. કે સી પટેલ, પ્રભુ વસાવા, રંજન ભટ્ટ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: IND Vs SA: દક્ષિણ આફ્રિકાની ટીમને નબળી સમજવી હશે મોટી ભૂલ, જાણો વિરોધી બેટ્સમેનો-બોલરોનુ કેવુ છે ફોર્મ
આ પણ વાંચો: ન્યૂ યરની ઉજવણીને લઈને સાવધાન: અમદાવાદ કમિશનરે બહાર પાડ્યું આ જાહેરનામું, ભંગ કરવો પડી શકે છે ભારે