Gujarat Assembly Election 2022: કોંગ્રેસના વધુ 300 કાર્યકરો ભાજપમાં જોડાયા, ભાજપને ભવ્ય જીત અપાવવાની આપી બાહેંધરી

|

Nov 30, 2022 | 5:02 PM

Gujarat assembly election 2022: રાજ્યમાં શાંતિપૂર્વક મતદાન થાય એ માટે પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોનો મોટો કાફલો ગોઠવી દેવામાં આવ્યા છે. જો કે આ તમામ વચ્ચે પક્ષ પલટાની મોસમ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. વડોદરા જિલ્લાના ડભોઇમાં કોંગ્રેસના વધુ 300 કાર્યકરોએ કેસરિયા કર્યા છે.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : આવતીકાલે એટલે કે 1 નવેમ્બરે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનુ છે. એટલે કે આવતીકાલે પ્રથમ તબક્કાના ઉમેદવારોનું ભાવિ સીલ થઇ જશે. સૌરાષ્ટ્ર, ક્ચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર 14 હજાર 382 મતદાન કેન્દ્રો પર વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. શહેરી વિસ્તારના 9 હજારથી વધુ અને ગ્રામ્યના 16 હજારથી વધુ મતદાન મથકો પર તંત્રએ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી છે. રાજ્યમાં શાંતિપૂર્વક મતદાન થાય એ માટે પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોનો મોટો કાફલો ગોઠવી દેવામાં આવ્યા છે. જો કે આ તમામ વચ્ચે પક્ષ પલટાની મોસમ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. વડોદરા જિલ્લાના ડભોઇમાં કોંગ્રેસના વધુ 300 કાર્યકરોએ કેસરિયા કર્યા છે. ગઇકાલે પણ કોંગ્રેસના 500 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

ગુજરાત ચૂંટણી 2022: 300 કાર્યકર ભાજપમાં જોડાયા

વડોદરાના ડભોઈમાં ફરી કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. કૉંગ્રેસના 300 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. તેનતલાવ અને કનાયડાના 300 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ કાર્યકર્તાઓ તડવી સમાજ, પરમાર સમાજ અને વસાવા સમાજમાંથી આવે છે. કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કાર્યકરો અને અગ્રણીઓએ ભાજપને ભવ્ય જીત અપાવવાની બાહેંધરી આપી છે. શૌલેષ મહેતાએ ફણ ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ગુજરાત ચૂંટણી 2022: 29 નવેમ્બરે કોંગ્રેસના 500 કાર્યકરોએ કર્યા હતા કેસરિયા

વડોદરાની ડભોઈ વિધાનસભા બેઠક પર ગઇકાલે પણ કોંગ્રેસને ફરી મોટો ફટકો પડ્યો હતો. ગઇકાલે પૂર્વ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ચેતન પટેલ સહિત 500 કાર્યકરોએ કેસરિયા કર્યા હતા. વડજ ગામના આગેવાન ચંદ્રસિંહ ઠાકોર, શિરોલાના પૂર્વ સરપંચ કનુભાઈ ઠાકોર સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ડભોઈના ભાજપ ઉમેદવાર શૈલેષ મહેતાએ કેસરિયો ખેસ પહેરાવી તમામને પક્ષમાં આવકાર્યા હતા.

Next Video