રોડ પરની લારીઓના દબાણ અંગે મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

|

Nov 13, 2021 | 7:14 PM

મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી રસ્તામાં ઊભી રહેલી લારીઓ મામલે પોતાના નિવેદન પર અડગ છે. આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે કહ્યું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી.

VADODARA : રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) એ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં રસ્તા પર ઉભી રેહતી ઈંડા અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing)સમાન છે. કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ એક લાંબા ગાળાનો પ્રશ્ન છે. રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને ધંધો કરે એ ન ચાલે. દુકાન લઈને ધંધો કરે. કચ્છમાં કાર્યક્રમ દરમિયાન મહેસૂલ મંત્રીએ વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહિ કરવા માટે મ્યુનિસિપાલિટીના પગલાંની પ્રસંશા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી.

રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે ફૂટપાથ રાહદારીઓ માટે છે અને તેના પર કોઈ અતિક્રમણ કરી શકાય નહીં. ફૂટપાથ પર લારીઓ મૂકવી એ પોતે જ એક પ્રકારની જમીન હડપ કરવાની વાત છે. જેઓ કોઈપણ પ્રકારનું સ્ટ્રીટ ફૂડ, વેજ, નોન વેજ બનાવે છે, તેમાંથી નીકળતા ધુમાડા અને મસાલાના કારણે પસાર થતા લોકોને મુશ્કેલી પડે છે, આંખોમાં બળતરા થાય છે. આવા આદેશો બદલ રાજકોટ અને વડોદરાના મેયરોનો આભાર, તેઓ અભિનંદનને પાત્ર છે.

મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી રસ્તામાં ઊભી રહેલી લારીઓ મામલે પોતાના નિવેદન પર અડગ છે. આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે કહ્યું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. રોડ પર લારીનું દબાણએ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ. નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઈએ.

Published On - 12:32 pm, Fri, 12 November 21

Next Video