Vadodara: પાકિસ્તાન દ્વારા અપહરણ કરી કબજામાં રાખવામાં આવેલ ગુજરાત રાજ્યની બોટોમાં પકડાયેલા 200 ભારતીય માછીમારો (Fisherman) મુક્ત થઈ વતન પરત આવશે. ભારત સરકાર તથા ગુજરાત સરકારના પ્રયાસોથી પાકિસ્તાન ખાતે કબજામાં રહેલા ગુજરાત રાજ્યની બોટોમાં પકડાયેલા ગુજરાત રાજ્યના 171 માછીમારો સહિત 200 માછીમારો તા. 2 જુન 2023 ના રોજ મુક્ત થયા છે. જે તારીખ 5 જુનના રોજ સાંજ સુધીમા તેઓના માદરે વતન પરત આવશે.
પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરવામાં આવેલ 200 માછીમારોને તારીખ 2 જૂનના રોજ વાઘા બોર્ડર ખાતેથી ભારતીય સત્તા અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ, ગુજરાત મત્સ્યોદ્યોગ ખાતાની ટીમ દ્વારા તેઓને વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી ટ્રેન મારફત વડોદરા ખાતે લાવવામાં આવશે. મુક્ત કરવામા આવેલ 200 માછીમારો હાલ તદુંરસ્ત સ્થિતીમાં હોવાનું પણ સામે આવ્યુ છે. તથા વડોદરા ખાતેથી બસ મારફત તારીખ 5 જૂનના રોજ સાંજ સુધીમાં વેરાવળ પહોંચાડી તેઓના પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે.
લાંબા સમય સુધી પાકિસ્તાનની જેલમાં રહેલ પછીમારો મુક્ત થઈ વતન પરત આવવાના હોવાથી માછીમારોના પરિવારજનોમાં તથા ગીર-સોમનાથ, દેવભુમી દ્વારકા, પોરબંદર, નવસારી અને જુનાગઢ જિલ્લાના માછીમાર સમાજમાં ખુશીનો માહોલ છે.
આ પણ વાંચો : વડોદરામાં રાજ્ય સૌથી લાંબા અટલ બ્રિજની વરસાદને કારણે દીવાલ તૂટી, તંત્રની ખુલી પોલ!
આ માછીમારોનું 4 વર્ષ બાદ પરિવાર સાથે મિલન થશે. જે બાદ પણ દીવના હજુ 26 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. માછીમાર અગ્રણીઓ પાકિસ્તાની જેલમાં બંધ દીવના 26 માછીમારોને કેન્દ્ર સરકાર વહેલી તકે મુક્ત કરાવે તેવી માગ કરી રહ્યાં છે. પાકિસ્તાને જેલમાંથી ગુજરાતના 172 સહિત 200 માછીમારો મુક્ત કર્યા છે. જેમાં દીવના 15 માછીમારો છે. જેમાં પાકિસ્તાનની મરીન સિક્યોરિટીએ 2018થી 2020 દરમિયાન તમામ માછીમારોને ઝડપી પાડ્યા હતા. આ માછીમારોનું 4 વર્ષ બાદ પરિવાર સાથે મિલન થશે. જે બાદ પણ દીવના હજુ 26 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. માછીમાર અગ્રણીઓ પાકિસ્તાની જેલમાં બંધ દીવના 26 માછીમારોને કેન્દ્ર સરકાર વહેલી તકે મુક્ત કરાવે તેવી માગ કરી રહ્યાં છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:46 pm, Sun, 4 June 23