Vadodara: મોડી રાત્રે થયેલા પથ્થરમારામાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 22 લોકોની ધરપકડ કરી

|

Apr 18, 2022 | 2:14 PM

તપાસકર્તા અધિકારીએ કહ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં SRPની બે કંપનીઓ તૈનાત કરી દેવાઈ છે. સાથે જ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઘટનામાં 3 લોકોને ઈજા પહોંચી હતી. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Vadodara:  મોડી રાત્રે થયેલા પથ્થરમારામાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 22 લોકોની ધરપકડ કરી
Police arrested 22 people for rioting in a stone pelting incident in Vadodara late last night

Follow us on

વડોદરા (Vadodara) માં થયેલી હિંસાના પ્રકરણમાં પોલીસે 2 અલગ-અલગ રાયોટિંગના ગુના નોંધ્યા છે. રાવપુરા અને કારેલીબાગ પોલીસ (Police)  સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે. કારેલીબાગના કેસમાં 19 અને રાવપુરાના કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બંને કેસ મળીને કુલ 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે કારેલીબાગમાં જે તોફાનીઓના ટોળા (mobs) એ પથ્થરમારો કર્યો હતો તેમને રાત્રે જ પકડી લેવાયા હતા. અને ટૂંક સમયમાં બીજ આરોપીઓને પણ પકડી લેવામાં આવશે. તપાસકર્તા અધિકારીએ કહ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં SRPની બે કંપનીઓ તૈનાત કરી દેવાઈ છે. સાથે જ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઘટનામાં 3 લોકોને ઈજા પહોંચી હતી. તેમની હોસ્પિટલ (Hospital) માં સારવાર ચાલી રહી છે.

મહત્વનું છે કે ની વાત કરીએ તો, રાવપુરાના ટાવર અને અમદાવાદી પોળ નજીક બે વાહનો વચ્ચે અકસ્માત જેવી સામાન્ય બાબતે જોતજોતામાં બે કોમના ટોળા આમને-સામને આવી ગયા. પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ શરૂ થઈ ગઈ. બીજીતરફ પથ્થરમારાની ઘટના બાદ અફવા ફેલાતા રાવપુરાની ગલીઓમાં ભયનો માહોલ સર્જાયો. તોફાની ટોળાએ વાહનોની તોડફોડ અને ઘરોને નિશાન બનાવ્યાં હતાં. એક તોફાની ટોળાએ જોગીદાસ વિઠ્ઠલની પોળમાં સાઈનાથ મંદિરને નિશાન બનાવી મૂર્તિની તોડફોડ કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પોલીસનું કહેવું છે કે સામાન્ય બાબતમાં બે ટોળા સામસામે આવી ગયા હતા.

તોફાની ટોળાએ સાંઈબાબાની મૂર્તિને ખંડિત કરી નાખી હતી. શહેરના રાવપુરા વિસ્તારમાં મોડી રાત્રે બે કોમના ટોળા વચ્ચે હિંસક અથડામણ બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને મામલો થાળે પાડ્યો હતો. હાલ વડોદરાના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઘટનાની વાત કરીએ તો રાવપુરાના ટાવર અને અમદાવાદી પોળ નજીક બે વાહનો વચ્ચે અકસ્માત જેવી સામાન્ય બાબતે જોતજોતામાં બે કોમના ટોળા આમને-સામને આવી ગયાં હતાં.

1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા

પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ શરૂ થઈ ગઈ હતી. બીજીતરફ પથ્થરમારાની ઘટના બાદ અફવા ફેલાતા રાવપુરાની ગલીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. તોફાની ટોળાએ વાહનોની તોડફોડ અને ઘરોને નિશાન બનાવ્યા હતા. એક તોફાની ટોળાએ જોગીદાસ વિઠ્ઠલની પોળમાં સાઈનાથ મંદિરને નિશાન બનાવી મૂર્તિની તોડફોડ કરી હોવાનો સ્થાનિકોનો દાવો છે. પોલીસનું કહેવું છે કે સામાન્ય બાબતમાં બે ટોળા સામસામે આવી ગયા હતા. તોફાનીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ   વડોદરામાં મહાલક્ષ્મી શોપિંગ સેન્ટરમાં આગ, પાંચ દુકાનો બળી ગઈ, કોઈ જાનહાની નહીં

આ પણ વાંચોઃ Surat : સ્કૂલની મોંઘી ફીથી કંટાળીને માતાએ શરૂ કર્યું હોમ સ્કુલિંગ : દીકરીને ભણાવવા માટે ઘરમાં જ બનાવી શાળા અને પુસ્તકાલય

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 2:07 pm, Mon, 18 April 22

Next Article