ખુશખબર : Vadodara ખાતે જાતિ વિશ્લેષણ સમિતિ કચેરી શરૂ ,મધ્ય ગુજરાતના 7 જિલ્લાના લોકોને લાભ મળશે

|

Jul 29, 2021 | 7:49 PM

.અહીં તમામ પ્રકારના જાતિના પ્રમાણપત્રો કાઢી આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જાતિના દાખલા માટે આદિવાસી(Tribal) ઓને ગાંધીનગર સુધી લાંબુ થવું પડતું હતું

મધ્ય ગુજરાતના આદિવાસીઓ માટે સારા સમાચાર છે.વડોદરા(Vadodara)  ખાતે જાતિ વિશ્લેષણ સમિતિ કચેરીનું રાજ્યના આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવા દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.અહીં તમામ પ્રકારના જાતિના પ્રમાણપત્રો કાઢી આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જાતિના દાખલા માટે આદિવાસી(Tribal) ઓને ગાંધીનગર સુધી લાંબુ થવું પડતું હતું.જે કામ હવે વડોદરામાં જ પૂર્ણ થઇ જશે.મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકાર દ્વારા આ વિશેષ સેવાઓ આપવામાં આવી છે.જેનો લાભ મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓના લોકોને મળશે. આ વિશ્લેષણ કચેરીમાં 4 એડિશનલ કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓનું પોસ્ટિંગ પણ કરાયું છે.

 

આ પણ વાંચો :

આ પણ વાંચો :

Published On - 7:45 pm, Thu, 29 July 21

Next Video