વડોદરામાં ફાયર વિભાગની મોટી બેદરકારી, મૃત વ્યક્તિના નામે ફટકારી NOCની નોટીસ

|

Oct 29, 2021 | 7:06 PM

ફાયર NOC સામાન્ય રીતે બિલ્ડીંગના નામે આપવામાં આવતું હોય છે.. પરંતુ અહીં મૃત વ્યક્તિના નામ પર NOCની નોટીસ અપાઈ છે.

VADODARA : વડોદરાના ઉંડેરા વિસ્તારનું કંકાવતી એન્ટ્રીમ બિલ્ડીંગ વિવાદમાં છે.ફાયર NOC સામાન્ય રીતે બિલ્ડીંગના નામે આપવામાં આવતું હોય છે.. પરંતુ અહીં મૃત વ્યક્તિના નામ પર NOCની નોટીસ અપાઈ છે. આ અંગે ટીવી નાઈને અહેવાલ પ્રસારિત કર્યા બાદ ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં આવી હતી. ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર દ્વારા અરજદાર રાજેન્દ્ર પટેલને બોલાવવામાં આવ્યા હતા. અરજાદારના કહેવા મુજબ ફાયર બ્રિગેડ દ્વારા પોતાની ભૂલ છપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અરજદાર અને કોમ્પ્લેક્ષના ડેવલોપરને બોલાવી સમાધાનનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે.વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરે વિવાદ મામલે બોલવાનું ટાળ્યું હતું.

આ કેસમાં દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે. વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી – VUDA માં સંકલનનો અભાવ જોવા મળ્યો છે. આ બંને વિભાગોમાં કેવું પોલંપોલ ચાલે છે એ આ ઘટનાથી છતું થયું છે.VUDAએ જે મંજુરી રદબાતલ કરી તે મંજુરીને કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે. અને આમાં પણ મૃત વ્યક્તિના નામે NOC નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે.

આ ઘટનામાં અરજદાર રાજેન્દ્ર પંચાલની દલીલ એવી છે કે વ્યક્તિના નામે કેવી રીતે ફાયર NOC ઈશ્યુ થાય? સંસ્થા કે મિલકતના નામે NOC નોટીસ ઈશ્યુ કરવામાં આવે છે. આ સમગ્ર ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ ગંભીરતાપૂર્વક તપાસ કરશે તો જ આ પ્રકારની પ્રવૃત્તિઓ અટકશે.

આ પણ વાંચો : ઘરે બેઠા દૂધ, મિઠાઇ, ફરસાણ, ચાંદીના વરખમાં ભેળસેળ કેવી રીતે ચકાસવી, જાણો આ સરળ રીત

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Next Video