Vadodara પોલીસનો નવતર પ્રયોગ, સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 270 બાળકો માટે વિશેષ સમર કેમ્પનું આયોજન

|

May 04, 2023 | 5:25 PM

એસ.પી.સી કેડેટ લોકો પ્રત્યે સન્માનની ભાવના કેળવવા, બાળક સકારાત્મક અને ઉર્જાવાન બને તથા ભવિષ્યનો સારો નાગરીક બનીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓ સુપેરે નિભાવી શકે તેવા હેતુથી સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.ધોરણ 8 ના અંદાજિત 270 બાળકો હિસ્સો લેશે.

Vadodara પોલીસનો નવતર પ્રયોગ, સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 270 બાળકો માટે વિશેષ સમર કેમ્પનું આયોજન
Vadodara Student Cadet Scheme Summer Camp

Follow us on

વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના હેઠળ 01 મેથી 6 મે સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પમાં એસ.પી.સી. કેડેટના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ ભાગ લઈ રહ્યા છે. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી નમન હોસ્ટેલમાં આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ‘સમર કેમ્પ-2023’નું આયોજન કરવામાં આવ્યું છે. એસ.પી.સી. અભ્યાસક્રમ તેમજ સમર કેમ્પના સમય પત્રક મુજબ આયોજીત આ કેમ્પમાં 270 જેટલા બાળકોને પોલીસ વિભાગની સમાજ પ્રત્યેની જવાબદારીથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

 બાળકોને ખાખી (વર્દી) યુનિફોર્મમાં જ કસરત તથા પરેડ કરાવવામાં આવે છે.

જેમાં અનેકવિધ પ્રવૃત્તિઓ થકી જ્ઞાન અને સંસ્કૃતિના પિરસણ સાથે બાળકોને જવાબદાર નાગરિક બનવાની તાલીમ પણ આપવામાં આવી રહી છે. આ કેમ્પમાં શિસ્ત સર્વોપરીની ભાવના કેળવવા સહિત બાળકોને પર્યાવરણનું જતન અને તેનું મહત્વ, ટ્રાફિક અંગે જાગૃતતા, સ્વચ્છતા અને આરોગ્યલક્ષી પ્રાથમિક સમજ, નેતૃત્વના ગુણો વિકસાવવા સહિત પોલીસ વિભાગની સમાજ પ્રત્યેની જવાબદારીઓથી માહિતીગાર કરવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગની જવાબદારી અને કામગીરી મહેસૂસ કરાવવા બાળકોને ખાખી (વર્દી) યુનિફોર્મમાં જ કસરત તથા પરેડ કરાવવામાં આવે છે.

તદુપરાંત અનેક વિવિધ જન-જાગૃતિ વ્યાખ્યાનોથી બાળકોમાં કાયદો, સુરક્ષા, ગુડ અને બેડ ટચની સમજ, રંગોળી, નૃત્ય, ઝુમ્બા ડાન્સ, વિશિષ્ટ વ્યક્તિનું ઉદબોધનમાં ‘સ્વાતી-માઈકલ મોઝદા’ સાથે વિવિધ પ્રકારની રમતો, ગામની મુલાકાત જેમાં ગ્રામ પંચાયત, સરકારી દવાખાનું, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, તળાવ, નદી, વગેરેની સમજ સાથે કામગીરીની સમજ પણ આપવામાં આવે છે.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

બાળક સકારાત્મક અને ઉર્જાવાન બને તેવા પ્રયાસ

એસ.પી.સી કેડેટ લોકો પ્રત્યે સન્માનની ભાવના કેળવવા, બાળક સકારાત્મક અને ઉર્જાવાન બને તથા ભવિષ્યનો સારો નાગરીક બનીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓ સુપેરે નિભાવી શકે તેવા હેતુથી સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.ધોરણ 8 ના અંદાજિત 270 બાળકો (જુનિયર કેડેટ્સ) તેમજ પોલીસ વિભાગમાંથી એ.ડી.આઈ (પોલીસ કર્મચારી) અને શિક્ષણ વિભાગમાંથી સી.પી.ઓ (શિક્ષક કર્મચારી) આ કેમ્પમાં સહભાગી થયા છે.વડોદરા શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘની સૂચના પ્રમાણે ડી. સી. પી. અભય સોનીના માર્ગદર્શનમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:22 pm, Thu, 4 May 23

Next Article