Vadodara માં યુનાઇટેડ વે પણ આ વર્ષે ગરબાનું આયોજન નહિ કરે, સોશિયલ ડિસ્ટન્ટનો અમલ મુશ્કેલ

|

Aug 13, 2021 | 4:39 PM

યુનાઇટેડ વે ઓફ બરોડાના હેમંત શાહે કહ્યું કે, ત્રીજી લહેરના ડર વચ્ચે જો મંજૂરી મળે તો પણ જાહેર આરોગ્ય સાથે ચેડા થાય તેવું જોખમ યુનાઇટેડ વે નહીં લે.

વડોદરા(Vadodara)ના ગરબા આયોજકો પણ આ વર્ષે નવરાત્રિમાં ગરબા યોજવા તૈયાર નથી. વડોદરામાં યુનાઈટેડ વે(United Way) ના ગરબા પ્રખ્યાત છે. જ્યાં હજારો લોકો ગરબે ઘૂમવા આવે છે.. પરંતુ ગરબાના આયોજક હેમંત શાહ આ વર્ષે ગરબાનું આયોજન નથી કરવાના.યુનાઇટેડ વે ઓફ બરોડાના હેમંત શાહે કહ્યું કે, ‘ત્રીજી લહેરના ડર વચ્ચે જો મંજૂરી મળે તો પણ જાહેર આરોગ્ય સાથે ચેડા થાય તેવું જોખમ યુનાઇટેડ વે નહીં લે.કારણ કે  ગરબાનું આયોજન જો નિયત સંખ્યામાં થાય તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેમ લાગતું નથી.

ઉલ્લેખનીય છે કે સતત બીજા વર્ષે પણ ગુજરાતીઓએ ગરબા વિનાના નવ દિવસ પસાર કરવા પડે તેવી સંપૂર્ણ શક્યતા છે.ત્રીજી લહેરની આશંકાને પગલે 2020ની જેમ 2021ની નવરાત્રિનું આયોજન ગુજરાત માટે વસમું નીવડે તેમ લાગી રહ્યું છે.રાજ્યના મોટા ગરબાના મોટા ભાગના આયોજકો એક જ સૂર રેલાવી રહ્યાં છે કે, ‘સરકાર ત્રીજી લહેરની તૈયારી કરી રહી છે. સરકારે હજુ શાળાઓ શરૂ નથી કરી, તેથી આ વખતે ગરબાનું આયોજન નૈતિક મૂલ્યોના આધારે ટાળવું પડશે’..એટલે કે જો સરકાર ગરબા રમવાની મંજૂરી આપે તો પણ ગરબાના આયોજકો ગરબા નહીં રમાડે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

 

 

Published On - 4:29 pm, Fri, 13 August 21

Next Video