Narmada: કરજણ ડેમમાંથી પાણી છોડાતા હજરપુરા ગામમાં 500 એકર ખેતીમાં નુકસાન

|

Jul 17, 2022 | 2:47 PM

ઉપરવાસ ગણાતા સાગબારા અને ડેડીયાપાડામાં 21 ઇંચ જેટલો વરસાદ થતાં કરજણ ડેમમાંથી અઢીલાખ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાવામાં આવ્યુ હતું.

Narmada: કરજણ ડેમમાંથી પાણી છોડાતા હજરપુરા ગામમાં 500 એકર ખેતીમાં નુકસાન
banana crop damage

Follow us on

કરજણ ડેમ (Karajan dam) ના ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પાડવાના કારણે અઢી લાખ ક્યુસેક પાણી (Water) નદીમાં છોડવામાં આવ્યું હતું. પાણી છોડાતા નદી કાંઠાના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. ખેતરોમાં પાણી ફરી વળતાં ખેતીમાં કરોડોનું નુકસાન થયુ છે. હાલ આ પાણી ઓસરી જતાં ખેડૂતોએ ખેતરની મુલાકાત લીધી હતી અને કેટલુ નુકસાન થયુ છે તેનો તાગ મેળવ્યો હતો.

ઉપરવાસ ગણાતા સાગબારા અને ડેડીયાપાડામાં 21 ઇંચ જેટલો વરસાદ થતાં કરજણ ડેમમાંથી અઢીલાખ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાવામાં આવ્યુ હતું. નાંદોદ તાલુકાના 5 ગામોમાં ખેતીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. હજરપુરા ગામમાં 500 એકર ખેતીમાં પારાવાર નુકસાન થયુ છે. કરજણ ડેમમાંથી છોડાયેલું પાણી આસપાસના નાંદોદ તાલુકાના 5થી 10 ગામના ખેતરમાં ઘુસી જતા હજારો એકર કેળનો પાક નષ્ટ થયો હતો. જેને પગલે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે અગાઉની ચોમાસાની સીઝનમાં કરજણ ડેમનું પાણી ખેતરમાં ભરાઈ જતાં એ નુકસાનીનું વળતર હજુ સુધી મળ્યુ નથી. તો આ વખતની નુકસાનીનું વળતર ક્યારે મળશે.

નાંદોદ તાલુકાના ખેડૂતોએ રોષ સાથે જણાવ્યું હતું કે કરજણ ડેમના અધિકારીઓ અચાનક વધુ પાણી છોડે અને તરત પાણી બંધ કરી દે છે. અધિકારીઓના આવા મનસ્વી વહીવટને લીધે કાંઠા વિસ્તારના ગામોના ખેતરમાં પાણી ભરાઈ જતાં પાકને નુકસાન થાય છે. હાલમાં અમારા ખેતરની ફેન્સિંગ તૂટી ગઈ છે. મોટરો બળી ગઈ છે અને સિંચાઈનો સામાન તણાઈ ગયો છે. જેથી મનસ્વી વહીવટ કરતા કરજણ ડેમના અધિકારીઓને છૂટા કરી અમારી નુકસાનીનું યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે.

આ પણ વાંચો

હજરપુરા ગામમાં છેલ્લા 3 વર્ષથી નર્મદા અને કરજણ ડેમના પાણી ખેતરોમાં ફરી વળે છે. જોકે તંત્ર દ્વારા નુકસાન બાબતે સર્વે કરવામાં આવે છે, પણ અત્યાર સુધી વળતર ચુકવાયું નથી અને આ વર્ષે ફરી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કેળા, શેરડી, શાકભાજી જેવા પાકોમાં પાણી ફરી વળતા નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નાંદોદ તાલુકામાં હજરપુરા સહિત આજુબાજુના ગામમાં કુલ 600 એકર જમીનમાં નુકસાન છે. ત્યારે કેળના પાકમાં થયેલા કરોડોના નુકસાનનું ભરપાઈ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાયા હતા. તે સમયે માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ પણ મુલાકાત કરી. ખેડૂતોને વહેલુ વળતર મળે તેવી ખાતરી પણ આપી છે.

Next Article