વડોદરાના પાદરાના મહૂવડ ચોકડી પાસે આવેલી વીઝન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો. કેમિકલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. બીજી તરફ કંપની મુખ્ય રોડ પર આવેલી હોવાથી જાહેર માર્ગ પણ બંધ કરવાની ફરજ પડી. હાલ ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, સદનસીબે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આગને પગલે તમામ વિભાગો ઝપેટમાં આવી ગયા હતા.ઘટનાના પગલે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ આગમા કંપની બળીને ખાખ થતા કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે.
આ અગાઉ રાજકોટ રેલવે સ્ટેશન સામે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર ગોડાઉનમાં શોટ સર્કિટ દ્વારા આગ લાગી હતી.બીજી તરફ ઘટનાની જાણ થતા જ ચાર ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવા જહેમત આદરી હતી.
Published On - 6:43 am, Sun, 5 March 23