વડોદરા હરિધામ સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના રહશ્યમય મોતનો કેસમાં નવો ખુલાસો થયો છે. અગાઉ 17 જાન્યુઆરીએ જયંત દવે અને મહિલા હરિ ભક્તો વચ્ચેનો વીડિયો વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયોમાં એક વિકેટ પડી છે અને હજુ એક બાકી છે તેવો ઉલ્લેખ થયો હતો. ચાર માસ બાદ વાઇરલ વીડિયોમાં થયેલ સંવાદ સાચો પડ્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે. ગુણતીત સ્વામીની હત્યાનો અગાઉથી જ પ્લાન થયો હોવાની શક્યતાની ચર્ચાને આ વીડિયોના કારણે હવા મળી રહી છે. શું આ એક વિકેટ કદાચ ગુણાતીત સ્વામીની તો નહીં હોય ને? તેવા સવાલ થઈ રહ્યા છે. હરિ ભક્તોના આવા પ્રશ્ન અંગે વડોદરા ગ્રામ્ય પોલીસ તપાસ કરશે કે કેમ તેના પર પણ સવાલ છે.
મહિલા હરિભક્ત – દવેભાઇ આવું કરવાનું કારણ શું ? ગુણાતીત, ગુણાતીત, ગુણાતીત. બસ જુઠ્ઠું
મહિલા હરિભક્ત – બે ગાદી નહીં થાય. મારી નાખીશું ગુણાતીતને પણ બે ગાદી તો નહીં થાય, બાપ એક જ હોય અને એક જ રહેશે
મહિલા હરિભક્ત – કોઇ એક મા અને બે બાપ ન હોય, કોઇ પત્નીના બે પતિ ન હોય, અહીં હશે, અમારે નથી હોતું. એટલે અમને ખોટું ન શીખવાડતા. આવ્યા મોટા શીખવાડવા વાળા ગુણાતીત.
મહિલા હરિભક્ત – શું આ બધા પ્રદેશમાંથી જશે. ગુરૂપ્રસાદ, સર્વમંગલ સ્વામી, બ્રહ્મવિહારી એ બધા જશે, કાઢશો તમે, તો અમે જતા રહીએ. અત્યારે કાઢો ચાલો અમે હમણાં ઉભા થઇ જઇએ, નહીં કાઢો. તમે અશોકભાઇને કાઢશો. બધાને તમે પ્રદેશ ખાલી કરાવશો. સ્વામીજી ખરાબ કામ કરતા હોય તો કાઢવા પણ પડે. એ સ્વામીજી ધામમાં ગયા છે. એક વિકેટ ગઇ હવે બીજી પડશે એવુ કે છે. અને સ્વામીના મોતને વિકેટ કહે છે. શાસ્ત્રી સ્વામી ધામમાં ગયા તો કે વિકેટ ગઇ.
ઉલ્લેખનીય છે તે ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસની તપાસ કરજણ CPIને સોંપવામાં આવી છે અને હવે ગુણાતીત સ્વામીના આપઘાત કેસની તપાસ કરજણના CPI આર.એન.રાઠવા કરશે. મહત્વપૂર્ણ છે કે ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ આ મહત્વનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ આજે ચૈત્ર માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ હોવાથી સોમનાથ ત્રિવેણી સંગમ અને કરનાળીમાં લોકો ઉમટી પડ્યા
આ પણ વાંચોઃ Surat: કામરેજ નજીકના ગામમાં 140 કિલો લીંબુની ચોરી, લીંબુની કિંમત આશરે 35 હજાર રુપિયા