વડોદરા (Vadodara) ના સોખડા હરિધામ (Sokhada Haridham)માં ફરી વિવાદ વકર્યો છે. પ્રબોધસ્વામી (Prabodh Swami) સાથે મંદિરમાં અડધી રાત્રે ગેરવર્તન થયું હોવાના આક્ષેપ હરિભક્તોએ કર્યો છે. વિવાદને લઇને મંગળવારે રાત્રે જ વહીવટી તંત્ર, પોલીસ અધિકારી અને પ્રબોધ સ્વામી જૂથના સંતો વચ્ચે બેઠક યોજાયા બાદ આજે હરિભક્તો કલેક્ટરને આવેદન આપવા માટે આવ્યા હતા. જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી અને કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની માગ કરી હતી. આ સમયે કલેક્ટર કચેરી બહાર જ બંને જૂથના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી.
સોખડા મંદિરના મેનેજમેન્ટને લઈને હરિભક્તો વિરોધ નોંધાવી રહ્યા છે. સોખડા મંદિરમાંથી સરલ સ્વામીને બહાર કાઢી પ્રબોધ સ્વામીને ન્યાય આપવાની માંગણી હરિભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે પ્રબોધજીવનસ્વામીને મંદિરના જ સંત દ્વારા માર મારવામાં આવ્યો હતો અને અપશબ્દો બોલવામાં આવ્યા હતા જેને લઇને પણ હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. મંદિર કેમ્પસ મેનેજમેન્ટ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહિ હોવાથી હરિભક્તો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ન્યાય માટે રજુઆત કરી હતી. હરિભક્તોના જણાવ્યા મુજબ પ્રબોધસ્વામીના સંતો અને હરિભક્તોને પણ હેરાન કરવામાં આવે છે. આ મુદ્દે જ કલેક્ટર ઓફિસ બહાર મોટી સંખ્યામાં હરિભક્તો એકઠા થયા હતા અને ધૂન બોલાવી સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. પ્રબોધ સ્વામી સાથે ગેરવર્તન થયું હોવાનો હરિભક્તની અરજી બાદ વડોદરા ગ્રામ્ય DySP તથા વડોદરા તાલુકા પોલીસના PSIની ટીમ મંદિર પહોંચી છે.હરિધામ સોખડા સામાન્ય લોકો માટે પ્રવેશ બંધ કરી દેવાયું છે. હરિધામ સોખડા મંદિરની અંદર બે દિવસ પૂર્વે રાત્રીએ વાસ્તવમાં શુ થયું હતું તે અંગે ત્યાગ વલ્લભ સ્વામીએ તે રાતની ઘટના વર્ણવી હતી.
પ્રબોધ સ્વામી જૂથ ના હરિ ભક્તો દ્વારા ગઈ કાલે આક્ષેપ કારવામાં આવ્યો હતો કે સરલ સ્વામીએ પ્રબોધ સ્વામી ને અલગ જગ્યા પર લઇ જઇ તેઓ સાથે ગેર વર્તણુંક કરી અને ગળું દબાવવાની કોશિશ કરી પરંતુ આજે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચેલા ત્યાગ વલ્લભ સ્વામીએ આ આક્ષેપો ને ખોટા ગણાવતા કહ્યું કે આવું કંઈજ નથી થયું??
હોળીના તહેવારને અનુલક્ષીને પ્રબોધ સ્વામીની જ્યારે જરૂર હોય છે ત્યારે પ્રબોધ સ્વામીનો મોબાઈલ નહીં લાગતા તેઓના સેવકો ને મેસેજ પહોંચાડવા કહેવામાં આવે છે,પરંતુ તેઓને તે મેસેજ પહોંચતા નહીં હોવાથી સરલ સ્વામી એ પ્રબોધ સ્વામી ને બાજુ પર લઈ જઈને તેઓને આ મુદ્દે જણાવ્યું ત્યારે ગુસ્સે થઈને જઈ રહ્યા હતા ત્યારે સરલ સ્વામી દ્વારા તેઓને હાથ પકડીને વિનંતી કરવામાં આવી હતી, આ સિવાય બીજું કંઈજ થયું નથી, આ વાતને ખોટી રીતે ઉપજાવી કાઢવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat: ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેક્શન કૌભાંડનો કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી હવે EDના સકંજામાં, આરોપીની 1.4 કરોડની સંપત્તિ જપ્ત
આ પણ વાંચેઃ સુરતમાં તૈયાર થયો દેશનો પ્રથમ સ્ટીલ રોડ, જાણો શું છે તેની ખાસિયત
Published On - 2:19 pm, Wed, 16 March 22