ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે ભારતના સૌ પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એકક્રાફ્ટ એસમ્બલિંગ એકમનો શીલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ભવિષ્યમાં વિશ્વની મોટી શક્તિઓ ગુજરાતના આંગણે રમતી હશે તેવો આશાવાદ વ્યક્ત કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશ ખૂબ જ આગળ વધી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર ભારતની ઓળખ ખૂબ જ વધી છે. પહેલા આંતરાષ્ટ્રીય સ્તર પર ભારતની વાતને ગંભીરતાથી ન્હોતી લેવાતી, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે ભારત બોલે છે ત્યારે આખી દુનિયા કાન ખોલીને સાંભળે છે કે ભારત શું બોલી રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યું કે, સુરક્ષાના સાધનો બનાવવામાં પણ દેશ આત્મનિર્ભર બની રહ્યો છે.
ટાટા એરબસ થકી ગુજરાતમાં સંરક્ષણ ક્ષેત્રની નવી ઉડાન હશે તેવું કહી રાજનાથ સિંહે પ્રધાનમંત્રીએ દેશના સમાજિક, રાજનૈતિક, શૈક્ષણિકની સાથોસાથ ભવિષ્યને પણ ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે, તેમ ઉમેર્યું હતું. ટાટા એરબસના લીધે હવે સમગ્ર દેશ અને દુનિયામાં પણ સંરક્ષણ ઉત્પાદનો માટે ગુજરાતનું નામ હશે, તેવું તેમણે ઉમેર્યું હતું.
આવનારા સમયમાં ધોલેરા ખાતે એરક્રાફ્ટનો બીજો યુનિટ સ્થપાશે તેવું જણાવી ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે ૧૦ વર્ષ પહેલા રતન ટાટાએ સેવેલું સ્વપ્ન આજે સાકર થઈ રહ્યું હોવાનું જણાવ્યું. વડોદરામાં સ્થાપિત ટાટા-એરબસ સી-૨૯૫ એરક્રાફ્ટ નિર્માણ યુનિટ ૧૫ હજાર જેટલી કૌશલ્યપૂર્ણ રોજગારીની નવી તકોનું નિર્માણ કરશે. પ્રથમ વખત ખાનગી ક્ષેત્ર દ્વારા ફૂલસ્કેલ એરક્રાફટ ઇન્ડસ્ટ્રીની શરુઆત થઈ હોવાનું જણાવી કહ્યું કે, ખરા અર્થમાં પ્રધાનમંત્રી મોદીનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે અને ભારતીય ઉદ્યોગો માટે પ્રેરણાદાયી બની રહ્યું છે જેના કારણે ભારત દેશ વિશ્વભરમાં નેતૃત્વ કરવામાં માટે સક્ષમ બની રહ્યો છે.
એરબસના ચીફ કોમર્શિયલ ઓફિસર અને આંતરરાષ્ટ્રીય હેડ ક્રિશ્ચિયન શેનરે જણાવ્યું કે, એરોસ્પેસના ઈતિહાસના આ મહત્વપૂર્ણ દિવસનો ભાગ બનવા બદલ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનીએ છીએ. અમે અમારામાં જવાબદારીની મહાન ભાવના દર્શાવવા બદલ ભારતનો આભાર માનીએ છીએ અને ગુજરાતના વડોદરામાં વિકસાવવામાં આવી રહેલી આ ઉત્પાદન સુવિધા માટે એરબસ ટાટા સાથેની ભાગીદારીને માન આપતા હોવાનું પણ જણાવ્યું હતું.
આ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને મજબૂત બનાવશે અને વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને પૂર્ણ કરશે. આ એરક્રાફ્ટની ફાઈનલ એસેમ્બલી લાઇન મેક ઇન ઇન્ડિયા નીતિને પૂર્ણ કરે છે. આ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હજારો નોકરીઓનું સર્જન પણ કરે છે. ભારત ખરેખર એ-320 એરક્રાફ્ટનું સૌથી મોટું કોમર્શિયલ માર્કેટ છે અને અમે ડિલિવરી કરીએ છીએ, તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્યસિંહ સિંધિયા, મુખ્ય સચિવ પંકજ કુમાર સહિત રાજ્યમંત્રી મંડળના સદસ્યો, સંરક્ષણ પાંખના વરિષ્ઠ અધિકારીઓ સહિત ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હ
Published On - 7:05 pm, Sun, 30 October 22