Gujarat Weather : અમદાવાદીઓ આજે બહાર ફરવા જઈ શકે તેવુ અનુકુળ રહેશે વાતાવરણ, જાણો તમારા શહેરનું હવામાન

|

Oct 26, 2022 | 6:40 AM

ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક શહેરોમાં આજે ઠંડી અનુભવાઈ શકે છે.

Gujarat Weather : અમદાવાદીઓ આજે બહાર ફરવા જઈ શકે તેવુ અનુકુળ રહેશે વાતાવરણ, જાણો તમારા શહેરનું હવામાન
Gujarat Weather

Follow us on

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 21 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ દિવસ દરમિયાન 44 ટકા ભેજવાળુ વાતાવણ રહેશે. ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 20 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ ઠંડી અનુભવાઈ શકે છે. જો ઉતર ગુજરાતમાં (North Gujarat) અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 20 અને મહતમ તાપમાન 35 રહેશે. તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 21 અને મહતમ તાપમાન 35 રહેશે, તેમજ દિવસ દરમિયાન ભેજવાળુ વાતાવણ રહેશે. જો ભરૂચની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 21 અને મહતમ તાપમાન 35 રહેશે. તો દિવસ દરમિયાન ઠંડી અનુભવાઈ શકે છે.

ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ભેજવાળુ વાતાવરણ રહેશે

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 37 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 19 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ શહેરમાં ભેજવાળુ વાતાવણ રહેશે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 19 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ ઠંડી અનુભવાઈ શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 18 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ શહેરમાં ભેજવાળુ વાતાવરણ રહેશે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 34 રહેશે તેમજ ભેજવાળુ વાતાવરણ રહેવાની સંભાવના છે.

ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 20 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ દિવસ દરમિયાન 44 ટકા વાતાવરણ જોવા મળશે. તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 33 રહેશે. જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન ઠંડી અનુભવાશે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 20 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ ભેજવાળુ વાતાવરણ રહેશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 35 રહેશે, તેમજ દિવસ દરમિયાન ભેજવાળુ વાતાવરણ રહેવાની સંભાવના છે.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 20 અને મહતમ તાપમાન 36 રહેશે. તો દિવસ દરમિયાન ઠંડીનો અનુભવાઈ શકે છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 19 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ રાત્રે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 20 અને મહતમ તાપમાન 36 રહેશે. જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 37 રહેશે. જ્યારે દિવસ દરમિયાન ઠંડી અનુભવાઈ શકે છે. તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 20 અને મહતમ તાપમાન 35 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન 53 ટકા ભેજવાળુ વાતાવરણ રહી શકે છે.

આ શહેરોમાં વધી શકે છે તાપમાન

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 21 અને મહતમ તાપમાન 33 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન 59 ટકા ભેજવાળુ વાતાવણ જોવા મળી શકે છે. તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 19 અને મહતમ તાપમાન 35 રહેશે, તેમજ 47 ટકા ભેજવાળુ વાતાવરણ રહી શકે છે. પાટણમાં ન્યૂનતમ તાપમાન 20 અને મહતમ તાપમાન 36 નોંધાશે, તો દિવસ દરમિયાન ઠંડીનુ પ્રમાણ વધી શકે છે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન 63 ટકા ભેજવાળુ વાતાવરણ રહી શકે છે.

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 21 અને મહતમ તાપમાન 36 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન 47 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે. તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 20 અને મહતમ તાપમાન 35 નોંધાશે. તેમજ ભેજવાળુ વાતાવણની શક્યતા છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ભેજવાળુ વાતાવરણ રહી શકે છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 22 અને મહતમ તાપમાન 31 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન ભેજવાળુ વાતાવરણ રહી શકે છે. તો તાપીમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 37 નોંધાશે. જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 19 અને મહતમ તાપમાન 34 નોંધાશે. તો ઠંડી અનુભવાઈ શકે છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 21 અને મહતમ તાપમાન 33 નોંધાશે, તેમજ દિવસ દરમિયાન 59 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે.

 

(આ માત્ર પ્રાથમિક અનુમાન છે, તેમાં ફેરફાર આવી શકે છે) 

Next Article