નવસારી યુવતી આપધાત કેસમાં એસઆઇટીની રચના, ઝડપથી કેસ ઉકેલવા કવાયત

|

Nov 23, 2021 | 8:52 PM

નવસારી યુવતી આપધાત કેસની તપાસ માટેની એસઆઈટીમાં છ સિનિયર અધિકારીઓના સુપરવીઝન હેઠળ સમગ્ર કેસની ઉડી તપાસ થશે.

ગુજરાતમાં (Gujarat) નવસારીની(Navsari)યુવતીના આપઘાત (Girl Suiside) કેસમાં પોલીસે (Police)તપાસ વધુ તેજ કરી છે. જેમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા SIT બનાવવામાં આવી છે. જેમાં CID ક્રાઇમના આઈજી સુભાષ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ SITની રચના કરાઈ છે.

જેમાં 6 સિનિયર અધિકારીઓના સુપરવીઝન હેઠળ હવે સમગ્ર કેસની ઉડી તપાસ થશે. આ કમિટીમાં રેલવે, ક્રાઈમ બ્રાન્ચ, તેમજ પોલીસના મોટા અધિકારીઑનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવસારીની યુવતીના આપઘાત કેસની તપાસ જેમ-જેમ આગળ વધતી જાય છે, તેમ-તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે.હવે તપાસ કરી રહેલી રેલવે પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસે યુવતીની ગુમ થયેલી સાયકલને શોધી કાઢી છે.

યુવતીને જે સ્થળે પાડી દેવામાં આવી હતી તે સોસાયટી નજીકની એક મહિલાએ આપેલી માહિતીના આધારે સાયકલને શોધી કાઢવામાં આવી..સોસાયટીનો વોચમેન આ સાયકલ લઇ ગયો હતો.બીજી તરફ સમગ્ર ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.

નવસારીની યુવતીના આપઘાત કેસમાં વડોદરા રેલ્વેના DySP બી.એસ.જાધવે મોટા ખુલાસા કર્યા હતા. સમગ્ર કેસમાં યુવતીની હત્યા નહીં પરંતુ આત્મહત્યા હોવાનું સામે આવ્યું છે.પોલીસને યુવતીના શરીર પર હથિયારથી કોઈ ઈજાના નિશાન નથી મળ્યા.આ ઉપરાંત વિશેરા રિપોર્ટમાં યુવતીને કોઈ ઝેરી પદાર્થ ન અપાયા હોવા સામે આવ્યું છે.

આ પણ વાંચો : ગાંધી આશ્રમના ઐતિહાસિક વારસાને લઇ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું, કહી આ વાત

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના સ્થિતીને લઇને સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

Published On - 8:45 pm, Tue, 23 November 21

Next Video