ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું નિધન

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું રવિવારે વડોદરાની એક હોસ્પિટલમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓના કારણે નિધન થયું હતું. તેમની ઉંમર 74 વર્ષની હતી. તેવો 1972 બેચના ગુજરાત-કેડરના અધિકારી હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડૉ. મંજુલા સુબ્રમણ્યમ ને 2007માં પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું નિધન
Dr. Manjula Subramaniam
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jan 01, 2023 | 11:39 PM

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું રવિવારે વડોદરાની એક હોસ્પિટલમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓના કારણે નિધન થયું હતું. તેમની ઉંમર 74 વર્ષની હતી. તેવો 1972 બેચના ગુજરાત-કેડરના અધિકારી હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડૉ. મંજુલા સુબ્રમણ્યમ ને 2007માં પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશે જણાવ્યું હતું કે, તેવો છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહયા હતા .તે લગભગ એક અઠવાડિયાથી હોસ્પિટલમાં હતા અને આજે તેનું અવસાન થયું છે.

પીએમ નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું

તેમના નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે ” ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના નિધનથી હું દુઃખી છું. તેમની નીતિ સંબંધિત મુદ્દાઓની સમજણ અને કાર્યલક્ષી અભિગમ માટે તે જાણીતા હતા. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મને તેમની સાથેની મારી વાતચીત યાદ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. ”

આ ઉપરાંત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના નિધન પર દુખ વ્યક્ત  કર્યું છે. તેમજ ટ્વિટ કરીને લખ્યું છે કે ” ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. રાજ્યની વિકાસયાત્રામાં તેમણે આપેલું યોગદાન પ્રશંસનીય છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ. ”

Published On - 11:32 pm, Sun, 1 January 23