ભરૂચના ધર્માંતરણ કેસમાં નવા ખુલાસા , વડોદરા એસઓજીની ટીમ ભરૂચ રવાના

|

Nov 16, 2021 | 5:51 PM

ભરૂચના કાંકરિયા ગામમાં 100થી વધુ લોકોના ધર્માંતરણના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. દાવો કરાયો છે કે, UKમાં રહેતા અબ્દુલ્લા ફેફડવાલા નામનો શખ્સ સલાઉદ્દીન શેખ નામના વ્યક્તિને નાણાં મોકલતો હતો.

ગુજરાતના (Gujarat) ભરૂચના(Bharuch)કાંકરિયા ગામમાં 100થી વધુ લોકોના ધર્માંતરણના(Conversion) કેસમાં વડોદરા(Vadodara)પોલીસના ઈનપુટ બાદ ભરૂચ પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. તપાસ માટે વડોદરા SOGની ટીમ પણ ભરૂચ ગઈ છે. તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

ભરૂચના કાંકરિયા ગામમાં 100થી વધુ લોકોના ધર્માંતરણના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. દાવો કરાયો છે કે, UKમાં રહેતા અબ્દુલ્લા ફેફડવાલા નામનો શખ્સ સલાઉદ્દીન શેખ નામના વ્યક્તિને નાણાં મોકલતો હતો. જે નાણાનો ઉપયોગ સલાઉદ્દીન ધર્માંતરણ માટે કરતો. તેમજ સલાઉદ્દીન શેખ આ નાણા ધર્માંતરણ કરનારા વ્યક્તિને આપતો.

આ ઉપરાંત આરોપીઓ સલાઉદ્દીન અને ઉંમર ગૌતમ અનેકવાર ભરૂચ ગયા હોવાનો ખુલાસો થયો છે. સલાઉદ્દીન શેખે 1 વર્ષમાં 28થી 30 વખત ભરૂચની મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. સલાઉદ્દીન ભરૂચમાં 1 હજારથી વધુ જગ્યાએ ફર્યો હોવાના પુરાવા પણ મળ્યા છે. આ ઉપરાંત આરોપી ઉંમર ગૌતમે વડોદરા અને ભરૂચની 14થી 15 વખત મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં (Gujarat)ભરૂચના(Bharuch)આમોદના કાંકરિયા ગામે ધર્માંતરણના(Conversion ) ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં 100થી વધુ લોકોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે.અને 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે લંડનમાંથી(London) ધર્મપરિવર્તન માટે ફન્ડિંગ કરવામાં આવતુ હતું.

આદિવાસી પરિવારોને મુસ્લિમ બનાવવા માટે લંડનમાંથી ફન્ડિંગ કરવામાં આવતું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.આમોદ પોલીસને જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ અપાઇ હતી જેને આધારે પોલીસે 9 શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ પણ  વાંચો :  ગુજરાતની છ નગરપાલિકાના 63.37 કરોડના પાણી પૂરવઠાના કામોને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી

આ પણ  વાંચો : Surat: બાળકોમાં નાનપણથી જ ટ્રાફિક સેન્સ કેળવવા 10.27 કરોડના ખર્ચે તૈયાર કરાશે કિડ્સ સીટી, જાણો વિગત

Next Video